અાઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા બે શખસ ઝડપાયા

અમદાવાદ: અાઈપીએલ મેચના પ્રથમ દિવસે જ સટ્ટો રમાડતા રાજકોટના બે સટોડિયાને પોલીસે ઝડપી લઈ અા અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં અાવેલા ધીરુભાઈ ભગતના મકાનમાં ગઈ કાલથી શરૂ થયેલી અાઈપીએલની બેંગલોર અને હૈદરાબાદની મેચ પર સટ્ટો રમાડવામાં અાવી રહ્યો છે. અા બાતમીના અાધારે પોલીસે ગઈ મોડી રાતે ઉપરોક્ત મકાનમાં દરોડા પાડી મેચ પર સેશન અને હાર-જીતનો જુગાર રમાડતા ફિરોજઅલી ખોજા અને હસનઅલી ખોજાને ઝડપી લઈ એક ટીવી, એક લેપટોપ, ૧૧ મોબાઈલ ફોન, રૂ. ૭ હજારની રકમ સહિત જુગાર રમાડવાનું અન્ય સાહિત્ય કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા અા બંને શખસોએ અાઈપીએલ મેચ પર સટ્ટો રમાડવા માટે જુદા જુદા વિસ્તારમાં મકાન ભાડે રાખ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
http://sambhaavnews.com/

You might also like