ગેઇલને આરામ નથી આપ્યો, પડતો મૂક્યો છે: વિરાટનો ખુલાસો

મોહાલી: ગઈ કાલે રાત્રે પંજાબની ટીમ સામેની મૅચ રમનાર રૉયલ ચૅલેન્જર્સ બૅંગલોરના કૅપ્ટન વિરાટ કોહલીએ ખુલાસો કરતાં કહ્યું હતું કે, ”મારી ટીમ બે મૅચથી ક્રિસ ગેઇલને આરામ નથી આપી રહી, પરંતુ તેને પડતો મૂકી રહી છે. અમે તેના સ્થાને ટ્રેવિસ હેડને ઈલેવનમાં સમાવી રહ્યા છીએ. ઓપનિંગમાં હું અને લોકેશ રાહુલ સારું રમી રહ્યા છીએ એટલે મિડલ-ઑર્ડરને અમે વધુ મજબૂત બનાવવા માગીએ છીએ અને એટલે જ ગેઇલને નથી લઈ રહ્યા. ટ્રેવિસ અમને તેના ઑફ-સ્પિનથી બોલિંગમાં પણ કામ લાગી રહ્યો છે.”

ગેઇલ પહેલી વાર પિતા બનવાનો હોવાથી થોડા દિવસ માટે જમૈકા ગયો હતો. તેની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. ચાર મૅચ ગુમાવ્યા પછી ગેઇલ પાછો આવ્યો અને તેને એક જ મૅચ રમવા મળી છે. બૅંગલોરની ટીમમાં સરફરાઝ ખાનને પણ હવે નથી લેવામાં આવતો. એ વિશે વિરાટે કહ્યું હતું કે, ”અમારે બૅટ્સમૅનની સાથે સારા ફીલ્ડરની પણ જરૂર હોય છે એટલે અમે સરફરાઝની જગ્યાએ નવયુવાન ખેલાડી સચિન બૅબીને રમાડી રહ્યા છીએ.”

You might also like