આરોહીએ કહ્યું: ‘ડિનર પર ચાલ’, ગેલ બોલ્યો, ‘બિલ તારે ચૂકવવું પડશે’

નવી દિલ્હીઃ આઇપીએલમાં આરસીબી તરફથી રમી રહેલ વેસ્ટ ઇન્ડીઝનાે તોફાની બેટ્સમેન ક્રિસ ગેલ કોઈ ને કોઈ કારણસર સમાચારોમાં ઝળકતો રહે છે. ફરી એક વાર તે એક ભારતીય છોકરીને કારણે ચર્ચામાં આવી ગયો છે. જોકે આ વખતે મામલો જરા ઊલટો છે. અસલમાં આરોહી નામની એક ભારતીય છોકરીએ ક્રિસ ગેલને ટ્વિટ કર્યું, ”ગેલ, મારું દિલ ફક્ત તારા માટે જ ધડકે છે. શું આપણે ડિનર પર જઈ શકીએ?” આરોહીની આ પ્રપોઝ મળતાં જ ક્રિસ ગેલે આ પ્રપોઝલનો એ શરતે સ્વીકાર કરીને વળતું ટ્વિટ કર્યું, ”બિલ તારે ચૂકવવું પડશે.”

આરોહીએ રિપ્લાય કર્યો, ”ચોક્કસ…પરંતુ તેના માટે એ શરત છે કે આગામી મેચમાં આરસીબી માટે તારે સદી ફટકારવી પડશે.” આરોહી અને ક્રિસ ગેલ વચ્ચેની ટ્વિટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે બિગ બેશ લીગ દરમિયાન ક્રિસ ગેલે મહિલા રિપોર્ટર અંગે ખરાબ ટિપ્પણી કરી હતી. મહિલા રિપોર્ટરે જ્યારે ગેલને તેની ઇનિંગ્સ માટે પૂછ્યું તો ગેલે રિપોર્ટરની સામે જોઈને કહ્યું હતું, ”હું તો ખુદ તારી પાસે આવીને ઇન્ટરવ્યૂ આપવા ઇચ્છતો હતો. આથી જ મેં આવી ઇનિંગ્સ રમી હતી. ફક્ત તારી આંખો જોવા માટે. એ બહુ જ સુંદર છે.” ગેલ આટલેથી અટક્યો નહોતો અને તેણે કહ્યું, ”આશા છે કે આજની મેચમાં જીત બાદ આપણે ડ્રિન્ક કરવા જઈશું. હવે આટલું બધું શરમા નહીં બેબી…” જોકે ત્યાર બાદ ગેલની ચારે તરફથી જોરદાર ટીકા થઈ હતી.

You might also like