અાઈપીએલ મેચ પર સટ્ટો રમતા સાત ઝડપાયાઃ ૧૧ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ: ગાંધીનગર નજીક અાવેલા દેહગામમાં પોલીસે છાપો મારી અાઈપીએલ મેચ પર સટ્ટો રમતાં સાત શખસની ઝડપી લઈ અાશરે રૂ. ૧૧ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.  હાલમાં ચાલી રહેલી અાઈપીએલ ક્રિકેટ સિરીઝ ૧૦ની સાથે સાથે ગાંધીનગર જિલ્લામાં મેચ પર મોટા પાયે સટ્ટો રમાતો હોવાની બાતમીના અાધારે એસઓજીએ દહેગામ ખાતે અાવેલા ઘેલછા મોહલ્લામાં દરોડો પાડી સાત શખસની મેચ પર સટ્ટો રમતા ઝડપી લીધા હતા. અા મોહલ્લામાં અાવેલા સવિતાબહેન બાબુલાલ અમીનના ઘરમાં સટ્ટો રમાડવામાં અાવતો હતો.

પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ, ટીવી, કમ્પ્યૂટર, લેપટોપ અને વાહનો મળી રૂ. ૧૧ લાખની કિમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like