પર્પલ કેપ મળતા જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો આ બૉલર, VIDEO VIRAL

IPL 11ની 40મી મેચ દરમિયાન મંગળવારે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના ફાસ્ટ બૉલર એન્ડ્રયૂ ટાય પર્પલ કૅપ મેળવીને ભાવુક થઇ ગયો. રાજસ્થાન રૉયલ્સ સામેની મેચમાં તેણએ શાનદાર બોલિંગ કરીને સૌ કોઇનું દિલ જીતી લીધું. મેચ પૂરી થયા બાદ એન્ડ્રયૂ ટાયને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને હાલ IPLના કમેન્ટ્રેટર ગ્રીમ સ્મિથના હાથે પર્પલ કૅપ મળી, જે પછી તે રડી પડ્યો.

 

ટાયએ ભાવુક થતાં કહ્યું કે, ”આજે મારી દાદીનું અવસાન થયું તેથી આજે હું મારુ પ્રદર્શન તેમને અને મારા સંપૂર્ણ પરિવારને સમર્પિત કરવા ઇચ્છુ છું. આ મેચ મારા માટે ખૂબ જ ઇમોશનલ છે. આ દિવસ ખૂબ જ મુશ્કેલ હતો. હું હંમેશા ક્રિકેટ રમવુ પસંદ કરૂ છું. તે પછી ગ્રીમ સ્મિથે તેને હિંમત આપી. ટાઇએ પોતાની દાદીની યાદમાં હાથ પર કાળી પટ્ટી પણ બાંધી હતી, જેના પર ‘ગ્રાન્ડમા’ લખ્યું હતું.”

એન્ડ્રયૂ ટાયે કિંગ્સ ઇલેવન પજાંબ (KXIP)ની તરફથી શાનદાર બૉલિંગ કરતા 4 ઑવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી, આ સાથે જ IPLમાં તેમના વિકેટ લેવાની સંખ્યા 10 મેચમાં 16 થઇ ગઇ અને તે સર્વાધિક વિકેટ લેનારા બૉલર્સની લિસ્ટમાં ટૉપ પર પહોંચી ગયો છે, જે પછી તેણે પર્પલ કેપ આપવામાં આવી.

એન્ડ્રયૂ ટાયના આ પરફૉર્મન્સ બાદ પણ કિંગ્સ ઇલેવન પજાંબ (KXIP)ને રાજસ્થાન રૉયલ્સ (RR)ની સામે 15 રનની હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2018: અત્યાર સુધીના TOP 5 બૉલર:

એન્ડ્રયૂ ટાય  (કિંગ્સ ઇલેવન પજાંબ ): 16 વિકેટ

હાર્દિક પંડ્યા (મુંબઇ ઇન્ડિયન્સ): 14 વિકેટ

મુજીબ ઉર રહમાન (કિંગ્સ ઇલેવન પજાંબ): 14 વિકેટ

ઉમેશ યાદવ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર): 14 વિકેટ

મંયક માર્કંડેય (મુંબઇ ઇન્ડિયન્સ): 13 વિકેટ

You might also like