કોહલી કે વોર્નર, કોણ બનશે IPL કિંગ

આજે જોવો વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની ફાઇનલ જંગ. બંને કપ્તાન ફ્રંટથી લીડ કરી રહ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રવિવારે બેંગલોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલ 9ની ફાઇનલ મેચ રમાશે. એક તરફ બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી છે તો હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર છે. રસપ્રદ વાત એ છે કે બન્ને ટીમની જીતમાં કેપ્ટનના પર્સનલ પર્ફોમન્સનો સૌથી મોટો હાથ છે. બન્ને ટીમ શાનદાર ફોર્મમાં છે.

ડેવિડ વોર્નર ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ણાત છે. તેણે આ આઈપીએલમાં ટાર્ગેટનો પીછો કરતા અત્યાર સુધી 468 રન બનાવ્યા છે. આ આઈપીએલની એક સિઝનમાં કોઈ બેટ્સમેનનું બેસ્ટ પ્રદર્શન છે. આ પહેલા ઉથપ્પાએ 2014માં 457 રન બનાવ્યા હતા.

આઈપીએલ 9માં નવી ચેમ્પિયન ટીમ જોવા મળશે, કારણ કે હૈદરાબાદ કે બેંગલોર એકપણ વખત ચેમ્પિયન બન્યા નથી. કોહલીની ટીમ ચેમ્પિયન બનશે તો પોતાની કેપ્ટન્સીમાં ટીમને ટાઇટલ અપાવનાર ચોથો ઇન્ડિયન બનશે. આ પહેલા રોહિત શર્માએ મુંબઈને, ધોનીએ સીએસકેને અને ગૌતમ ગંભીરે કેકેઆરને ચેમ્પિયન બનાવ્યું છે.

વિરાટ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 4 સદી અને 6 અડધી સદી ફટકારી ચૂક્યો છે. જેમાં 3 સદી પ્રથમ બેટિંગ કરતા બનાવી છે, એક સદી બીજા બેટિંગમાં બનાવી છે.

You might also like