આજે મુંબઈ પરાજયના આઘાતમાંથી બહાર આવવા બેંગલુરુ સામે મરણિયું બનશે

બેંગલુરુ: રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં આજે અહીં રમાનારી મેચમાં ગત રવિવારે રાતે એક રનથી મેળવેલા રસાકસીભર્યા વિજયમાંથી પ્રાપ્ત થયેલ આત્મવિશ્વાસ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામે રમશે કે જેનો છેલ્લી મેચમાં નાલેશીભર્યો પરાજય થયો હતો.

ત્રણ મેચ હારી જવા પછી રાઇઝિંગ પુણે સુપરજાયન્ટસ તથા કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચોમાં બે ઉપરાઉપરી વિજય મેળવી આઠ ટીમની આ સ્પર્ધામાં વર્તમાનમાં પોઈન્ટ ટેબલમાં છેક છઠ્ઠા ક્રમે રહેલી બેંગલોરની ટીમ માટે નોક-આઉટ તબક્કામાં પ્રવેશ કરવા પોતાની આશા જીવંત રાખવા માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ઘરઆંગણે આજની મેચ જીતવી અતિ જરૂરી છે અને રવિવારે મોહાલીમાં પંજાબ સામે મેળવેલ રોમાંચક વિજયથી તેના ખેલાડીઓના જુસ્સામાં વધારો થયો હશે, પરંતુ એક વધુ પરાજય થશે તો બેંગલોરની ટીમ મુશ્કેલીમાં મુકાઈ જશે અને તેના માટે સ્પર્ધાના નોક-આઉટ તબક્કામાં પ્રવેશ મેળવવો વધુ ક‌િઠન બની રહેશે.

દરમિયાન, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાની છેલ્લી મેચમાં ૮૫ રનથી થયેલા ઘોર પરાજય બાદ મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ખેલાડી પોતાની રમતમાં સુધારો કરવા મરણિયા બનશે.

You might also like