હૈદરાબાદને જીતવા માટે 228નો ટાર્ગેટ : બેંગ્લોરની ધમાકેદાર ઇનિંગ

બેંગલુરુઃ પાછલી આઠ સિઝનમાં ખિતાબની નજીક પહોંચવા છતાં ટ્રોફી હાંસલ કરવામાં નિષ્ફળ રહેલી વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) આઇપીએલની નવમી સિઝનમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે. આરસીબીની ટીમને શરૂઆતથી જ ઘણી મજબૂત માનવામાં આવતી રહી છે, પરંતુ ૨૦૦૮માં ટૂર્નામેન્ટની શરૂઆતથી લઈને અત્યાર સુધી તે ખિતાબ જીતી શકી નથી. આ દરમિયાન બે વખતે ૨૦૦૯ અને ૨૦૧૧માં તે ખિતાબની નજીક પહોંચી હતી, પરંતુ તેને રનર અપથી જ સંતોષ માનવો પડ્યો હતો.

જોકે આ વખતે કોહલી શાનદાર ફોર્મમાં છે, વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ અને ડિવિલિયર્સ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસન પણ આરસીબી સાથે જોડાઈ ગયો હોઈ આ ટીમ બહુ જ ખતરનાક બની ગઈ છે. કોહલી પોતાનું ધરખમ ફોર્મ પોતાની આઇપીએલમાં પણ ચાલુ રાખવા કટિબદ્ધ છે. ટીમ પાસે ફટકાબાજ ક્રિસ ગેઈલ, એ.બી. ડી વિલિયર્સ તથા પીઢ શેન વોટ્સન જ્ેવા અન્ય કેટલા ટોચના બેટ્સમેન પણ છે, જેઓ બધા પોતાના કોઈ ખાસ દિવસે વિશ્વના કોઈ પણ બોલિંગ આક્રમણને ઝૂડી કાઢી શકે છે.

તાજેતરમાં નિવૃત્તિ લીધેલ અને આઇપીએલ.ની હરાજીમાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદવામાં આવેલો વોટ્સન પોતાની ઓલરાઉન્ડ કાબેલિયત સાથે ટીમને ઉપયોગી બનવાનો પૂરો પ્રયાસ કરશે. વોટ્સનને બેંગલુરુની ટીમે રૂ. ૯.૫ કરોડમાં ખરીદ્યો હતો.

બીજી તરફ હૈદરાબાદની ટીમનો દેખાવ ૨૦૧૩માં ટૂર્નામેન્ટમાં પ્રવેશ કર્યા પછી નિરાશાજનક રહ્યો છે, પણ તે અગાઉનાં વર્ષોની નિરાશાને બાજુએ રાખી આ વખતે ડેવિડ વોર્નરના નેતૃત્વ હેઠળ તથા આશિષ નેહરાના અનુભવના આધારે સારો દેખાવ કરવાની આશા રાખે છે. જોકે, ઈજાગ્રસ્ત યુવરાજ સ્પર્ધામાં શરૂઆતની કેટલીક મેચમાં રમનાર નથી. હૈદરાબાદની ટીમનું ભાવિ ઈયોન મોર્ગન, કેન વિલિયમ્સન તથા ટ્રેન્ટ બોલ્ટના દેખાવ પર પણ આધારિત હશે, જે બધા એકલે હાથે મેચ જીતાડી આપવાની ક્ષમતા ઘરાવે છે.

You might also like