IPL-2019: ચેન્નઈ સુપર કિંગ્સે ત્રણ ખેલાડીઓને કર્યા રિલીઝ

ચેન્નઈઃ ગત આઇપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ ગઈ કાલે જાહેરાત કરી છે કે આઇપીએલની ૨૦૧૯ની સિઝન માટે ૨૨ ખેલાડીઓને રિટેન કર્યા છે. ચેન્નઈએ ખિતાબ જીતનારી પોતાની ટીમમાંથી ફક્ત ત્રણ ખેલાડીને રિલીઝ કરી દીધાં છે. બે વર્ષનાં પ્રતિબંધ બાદ આઇપીએલમાં વાપસી કરતાં ચેન્નઈએ ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ૨૦૧૮ની સિઝનનો ખિતાબ જીતી લીધો હતો.

ચેન્નઈ સુપર કિંગ્સે ફાસ્ટ બોલર માર્ક વૂડ ઉપરાંત ભારતીય ખેલાડીઓ કનિષ્ક સેઠ અને ક્ષિતિજ શર્માને રિલીઝ કરી દીધાં છે. ફ્રેંચાઇઝીઓને ૧૫ નવેમ્બર સુધીમાં આઇપીએલ સંચાલન પરિષદને આગામી મહિને યોજાનારી આઇપીએલ હરાજી માટે પોતાનાં રિટેન અને રિલીઝ કરાયેલાં ખેલાડીઓની જાણકારી આપવાની છે. ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર કેદાર જાધવનાં વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવેલા ઈંગ્લેન્ડનાં ડેવિડ વિલીને ટીમમાં જાળરી રાખવામાં આવ્યો છે.

૨૦૧૮ની આઇપીએલની પહેલી જ મેચમાં જાધવને ઈજા થઈ હતી અને તે બાકીની ટૂર્નામેન્ટમાં રમી શક્યો ન હોતો. જો કે કેદારને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. માર્ક વૂડને ગત વર્ષે ફક્ત એક મેચમાં જ રમવાની તક મળી હતી, જ્યારે કનિષ્ત અને ક્ષિતિજ એક પણ મેચમાં રમ્યા ન હોતાં. ચેન્નઈની ટીમે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, હરભજનસિંહ અને રવિન્દ્ર જાડેજાને ૨૦૧૮ની હરાજી પહેલાં જ રિટેન કર્યા હતાં અને ડ્વેન બ્રાવો તથા ફાફ ડુ પ્લેસિસ માટે રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.

ચેન્નઈએ ગત વર્ષે ન્યૂઝીલેન્ડનાં ઓલ રાઉન્ડર મિશેલ સેન્ટનરનો વિકલ્પ ન હોતો માગ્યો કે જે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. સેન્ટનર આ વર્ષે ટીમમાં વાપસી કરશે. આ વર્ષે હરાજીમાં સીએસકે પાસે સાડા આઠ કરોડ રૂપિયા રહેશે, જેમાંથી ૬.૫૦ કરોડ ગત સિઝનનાં છે. આ સિઝનમાં વધારાનાં બે કરોડ રૂપિયા ફ્રેંચાઇઝી પાસે ઉપલબ્ધ રહેશે.

૯.૪૦ કરોડમાં ખરીદેલા સ્ટાર્કને KKRએ મોબાઇલ પર મેસેજ કરી રિલીઝ કરી દીધો. આઇપીએલની આગામી સિઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સે ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને રિલીઝ કરી દીધો છે. સ્ટાર્કે જણાવ્યું કે, ”કોલકાતા નાઇટ રાઇડર્સે એક મેસેજ મોકલીને મને એ વાતની જાણકારી આપી કે તે આઈપીએલની આગામી સિઝનમાં ટીમ તરફથી રમશે નહીં.”

કેકેઆરે આઇપીએલની ગત સિઝન દરમિયાન સ્ટાર્કને રૂ. ૯.૪૦ કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ ઈજાને કારણે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. મિચેલ સ્ટાર્ક આ પહેલાં ૨૦૧૬ અને ૨૦૧૭માં પણ ઈજાનાં કારણે આઈપીએલમાં રમી શક્યો ન હતો. સ્ટાર્ક કોલકાતા ટીમ સાથે જોડાયાં પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં હતો.
સ્ટાર્કે કહ્યું, ”બે દિવસ પહેલાં મને કેકેઆરનાં માલિક તરફથી મેસેજ મળ્યો હતો કે મને કોલકાતા નાઇટ રાઇડર્સનાં કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

હાલમાં તો હું ઘરે રહીશ. મારી ઈજા વધુ દિવસો રહેવાની નથી.” એવું માનવામાં આવી રહ્યું છે કે કોલકાતાએ ઓસ્ટ્રેલિયા ક્રિકેટનાં આગામી વર્ષનાં પ્રોગ્રામને જોતાં સ્ટાર્કને રિલીઝ કર્યો છે. ઓસ્ટ્રેલિયા આગામી વર્ષે બે મોટી ટૂર્નામેન્ટ-શ્રેણી રમવાનું છે, જેમાં વિશ્વકપ અને એશીઝ સામેલ છે.

અંતમાં સ્ટાર્કે કહ્યું, ”જો હું આગામી વર્ષે આઈપીએલમાં ના રમું તો મારી પાસે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ પહેલાં મારા શરીરને ફિટ રાખવાની સારી તક રહેશે. આ સમયે હું માત્ર ઓસ્ટ્રેલિયા માટે વધુમાં વધુ વન ડે અને ટેસ્ટ મેચ રમવા ઇચ્છું છું.”

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago