IPL 2018: RCB થઈ આઉટ, હવે મુંબઈ-પંજાબ-રાજસ્થાન વચ્ચે પ્લેઓફ માટે ટક્કર

ઈંડિયન પ્રીમિયર લીગ (IPL) ના 11મી સિઝનના છેલ્લા રાઉન્ડમાં આવી ગયું છે. શનિવારે 2 જુદા જુદા મેચમાં વિરાટ કોહલીની ટીમ સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની હાર અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ની જીતથી પ્લેઓફમાં પહોંચ વાળી ત્રીજી ટીમનું નામ નક્કી થઈ ગયું છે. આ ત્રીજી ટીમ દિનેશ કાર્તિકની KKR છે. હવે બચેલા એક સ્થાન માટે મુંબઈ ઈન્ડિયન્સ, કિંગ્ઝ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સમાં ફાઇટ છે, જેનો નિર્ણય આજે આવશે. સનરાઇજર્સ હૈદરાબાદ (SRH) અને ચેન્નઈ સુપર કિંગ્ઝ (CSK) પહેલાથી જ પ્લેઓફમાં પહોંચી ગયા છે.

પોઇંટ્સ ટેબલમાં ચોથું નંબર પર રાજસ્થાન રોયલ્સ છે પરંતુ પ્લેઓફમાં પહોંચવા માટે સૌથી વધુ અપેક્ષિત નામ મુંબઈ ઈન્ડિયન્સનું છે. જો આજે દિલ્હી ડેરડેવિલ્સની સામેની મેચ જીતે તો મુંબઈના 14 પોઇન્ટ્સ બનશે. જો કે, હાલમાં ચાર નંબરની ટીમ રાજસ્થાન રોયલ્સ છે જે 14 પોઇન્ટ્સ ધરાવે છે પરંતુ તેની રન રેટ -0.250 છે, જેના આધારે તે પાછળ પડી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બાંગ્લારને 30 રનથી હરાવીને પછી રાજસ્થાન રોયલ્સના 14 પોઇન્ટ થઈ ગયા છે. તે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા ક્રમાંક પર છે પરંતુ તેને પંજાબ અને મુંબઈની મેચના રીઝલ્ટ પર આધાર રાખવો પડશે. મુંબઈ (12 પોઇન્ટ્સ, રન રેટ +03.84) આજે જૂતશે તો પ્લેઓફમાં પહોંચી જશે. તેની હાર પર રાજસ્થાનના પ્લેઓફમાં પહોંચવું પક્કુ થઈ જશે, કારણ કે ત્રીજી ટીમ એટલે કે પંજાબની રન રેટ -0.490 છે, જે રાજસ્થાનના પક્ષમાં છે.

પ્લેઓફમાં પહોંચવાની સૌથી ઓછી આશા કિંગ્ઝ ઇલેવન પંજાબની છે. ટુર્નામેંટમાં જોરદાર શરૂઆત કરવા વાળી આ ટીમની આજે ચેન્નઇ સુપર કિંગ્ઝ સામે મેચ છે. ફક્ત જીતથી પ્લે ઓફમાં જઈ શક્શે નહીં એટલે તેઓએ ખૂબ મોટી અંતરથી CSKને હરાવવું પડે, કારણ કે મુંબઈની રન રેટ સૌથી સારી છે. પંજાબ અને મુંબઇ બંને જીતે તો આ ત્રણ ટીમો 14-14 પોઈન્ટસ પર હશે. આ સ્થિતિમાં નિર્ણય રન રેટના આધાર પર થશે.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago