મેદાનમાં કોહલી-ધોની, પેવેલિયનમાં અનુષ્કા-સાક્ષી વચ્ચે જોવા મળ્યો મુકાબલો

બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવારે, ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શાંત કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સૌથી વધુ આક્રમક કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે જંગ જોવા મળી હતી. આ મેચમાં, ક્રિકેટ પ્રેમીઓને પણ તેમના બે કેપ્ટનો વચ્ચે રમતની કુશળતા જોવા મળી.

આ ઉચ્ચ સ્કોરિંગ મેચમાં ક્યારેક ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આગળ હોય અને પછી ક્યારેક રોયલ ચેલેન્જર્સ બેંગલોર આગળ વધી રહ્યું હોય, જેનો કેપ્ટન વિરાટ કોહલી છે. આ રીતે, બંને ખેલાડીઓ અને તેમની ટીમના સમર્થકો નિરંતર ઉજવણી કરી રહ્યા હતા.

સ્ટેડિયમમાં અને ટીવી સેટની સામે પ્રેક્ષકો ઉપરાંત, તેમની પત્નીઓની હ્પદયવા ધબકારા ખૂબ વધી ગઈ હતી. જ્યારે સાક્ષી ધોની CSK ને પ્રોત્સાહન આપી રહી હતી, ત્યારે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા RCB ને ચિયર કરી રહ્યા હતા.

ધોનીના દરેક ચોક્કા અને છગ્ગા પર સાક્ષી તાળિયો વગાડી રહી હતી જ્યારે CSKની વિકેટ પડવા પર અનુષ્કાએ તેના પતિની ટીમને પ્રોતસાહન આપ્યું હતું. આ મેચ ખુબ કટોકટીમાળી હતી પણ અંતે ધોનીના ચેન્નઇ સુપર કિંગ્સની જીત થઈ હતી. IPLની સીઝન 11ની 24મી મેચમાં RCB 5 વિકેટે હાર્યું હતું.

ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી અંબાતી રાયડુએ 82 રન કર્યા હતા અને મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈને એક મજબૂત જીત અપાવી હતી. 34 બોલમાં ધોનીએ 70 રન બનાવ્યા હતા. ધોનીએ 4 ચોક્કા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. રાયડુએ 53 બોલમાં 8 છગ્ગા અને 3 ચોક્કા સાથે 82 રન બનાવ્યા હતા. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સને છેલ્લી બોલની 6 મારીને જીતાટ્યા હતા.

સાક્ષી ધોની CSK ના લગભગ દરેક મેચને જોવા માટે આવે છે. પેવીલિયનમાં તેમની સાથે દિકરી ઝીવા પણ મજા માણતી જોવા મળે છે. માતા અને પુત્રી બંને એક સાથે મળીને ધોનીને પ્રોત્સાહન આપતા હોય છે.

આ અનુષ્કા અને વિરાટના લગ્ન પછીની પ્રથમ IPLની સીઝન છે, તેથી સમય કાઢીને મિસિસ કોહલી પણ મેદાનમાં RCBની મેચ જોવા પહોંચે છે. તોનવા ચાહકો પણ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કાને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે અને અનુષ્કાને ટીમ મેચ હારી હોવા છતાં મેચને સંપૂર્ણપણે એન્જોય કરી હતી.

You might also like