આ છે ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીનો હમશકલ, જીવે છે તેના જેવી Luxurious Life

IPL 2018ની શરૂઆત થઇ ચૂકી છે. જ્યાં એક તરફ પ્લેયર્સ IPLની જીત મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે તેવામાં બીજી બાજુ ફેન્સ પણ આ વખતે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ વખતે ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સની બે વર્ષ બાદ એન્ટ્રી થઇ છે. તમામ ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ના રંગમાં રંગાઇ ચુક્યાં છે. પરંતુ કેટલાંક ફેન્સ એવા છે જે બિલકુલ તેમના મનપસંદ ક્રિકેટર જેવા જ લાગે છે અને તેવી જ લાઇફ જીવવાનું પસંદ કરે છે. આવો જ એક ફેન વિરાટ કોહલીનો છે જેને જોઇને લોકો આશ્વર્ય પામે છે. લોકો સમજે છે કે તે જ વિરાટ કોહલી છે.

આ વ્યકિતનું નામ પ્રિંસ બદોનિયા છે, જે એકદમ વિરાટ કોહલીની જેવો જ લાગે છે. અને તેના જેવા જ કપડા પહેરે છે. સાથે જ તે વિરાટ જેવી જ લાઇફ જીવે છે. જેમ વિરાટ લાંબી દાઢી રાખે છે તેવી જ રીતે પ્રિન્સ પણ તેમના જેવી જ દાઢી રાખે છે.

એક વાર પ્રિંસ બદોનિયા ટીમ ઇન્ડિયાની મેચ જોવા ગયો હતો. જેમાં વિરાટ કોહલી પણ રમી રહ્યો હતો. જેવો સ્ક્રીન પર પ્રિન્સને દેખાડવામાં આવ્યો, તેને જોઇને કોહલી પોતે પણ ચોંકી ગયો હતો અને તે જોરથી હસતાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, IPLમાં વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે. દર વખતે તેની ટીમ બહુ જલદી આઉટ થઇ જાય છે અથવા તો ફાઇનલમાં હારી જાય છે.પરંતુ આ વખતે તેમની ટીમે તનતોડ મહેનત કરી છે અને નવા ખેલાડીઓ સાથે તેમની ટીમ આ ખિતાબ જીતવાનો પ્રયાસ કરી રહી છે.

You might also like