અંપાયર ભૂલી ગયો ગણતરી, IPL માં નખાવી 7 બોલની ઓવર

એક જમાનો હતો જ્યારે ક્રિકેટ મેચોમાં અડઠગ ભૂલો થતી હતી. પછી સમય બદલાતા અને ટેકનોલોજીનો ઉમેરો થઈ ગયો. ક્રિકેટને એરર પ્રૂફ બનાવા તરફ પ્રયાસો થઈ રહ્યા છે. નવી નવી ટેકનીક વાપરીને ભૂલોને સુધારવાનુ કામ થઈ રહ્યુ છે. ભલે પછી તે અંપાયરની આંખોથી બચેલો નો બોલ હોય કે પછી કેચ બરોબર લીધો છે કે નહી તેનો ફેસલો લઈ શકાય છે. બધુ પરત જોઈ શક્વાની મદદથી ક્રિકેટને ફેર ગેમ બનાવી દીધી છે.

આટલી સુવિધાઓ છતા કોઈ મોટી ભૂલ થઈ જાય તો તે ચિંતાનો વિષય છે. 9 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચમાં આવો જ એક નજારો જોવા મળ્યો હતો. બીજી ઈનીંગ્સમાં એક ઓવરમાં 7 બોલ નખાયા હતા. અંપાયરથી ગણવામાં ભૂલ થઈ તો ખરી પણ બીજા કોઈની પણ નજર ના પડી.
હૈદરાબાદ 126નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરી હતી. મેચની 12મી ઓવરમાં આ ભૂલ થઈ હતી. બેન લાફલિન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરની છેલ્લા બોલે શિખર ધવને ચોક્કો માર્યો. ત્યાંજ ઓવર પૂરી થવી જોઈએ. હજુ એક બોલ નખાવામાં આવ્યો. બોલર તો ભૂલ્યો, અંપાયર પણ ભૂલી ગયો. 7માં બોલે શિખર ધવને એક રન લઈ સ્ટ્રાઈક પોતાની જોડે રાખી. પછીની ઓવરના 1લાજ બોલે ધવને પાછો ચોક્કો માર્યો.

અહી સવાલ એ ઉઠે છે કે બોલર અને ગ્રાઉન્ડ અંપાયરથી ભૂલ થઈ પરંતુ ટીવી અંપાયર શું કરી રહ્યો હતો? સ્કોરકાર્ડ અપડેટ કરનારા શું કરી રહ્યા હતા? જ્યારે ઓવરનો છેલ્લો બોલ નખાઈ ગયેલો તો પછી બોલરને 7મો બોલ નાખતા કેમ રોકાયો નહી? અંપાયરના કાનમાં તે યંત્ર શેના માટે હોય છે? કેમ તેના ઉપયોગ કરાવામાં આવ્યો નહી? આ મેચમાં આ ઘટનાનો કોઈ ખાસ ફર્ક ન પડ્યો પરંતુ જો આ રસાકસી વાળો મુકાબલો હોત તો? હારનારી ટીમને કોણ જવાબ આપત? ભલેને બોલ નાખ્યા પહેલા બોલરને રોકાયો નહી પણ પછી એ બોલને ખારીજ પણ કરી શક્યા હતા.

જો તમામ ટેકનીક સરખી રીતે વાપરવામાં ન આવે તો ચિંતાનો વિષય છે. આના પર ધ્યાન આપવુ જોઈએ. એ સિવાય અંપાયરની ભૂલ માફ કરી દેવી જોઈએ કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર.

You might also like