IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન લૂંટાવનારો બોલર બન્યો થમ્પી

બેંગલુરુ: IPLની ૧૧મી સિઝનની ૫૧મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદનો બોલર બેસિલ થમ્પી યાદ રાખવા નહીં ઇચ્છે. ભુવનેશ્વર અસ્વસ્થ હોવાના કારણે થમ્પીને ગઈ કાલની મેચમાં રમવાની તક મળી હતી, પરંતુ ગઈ કાલની મેચમાં થમ્પી IPLનો સૌથી વધુ રન લૂંટાવનારો બોલર બની ગયો.

RCB સામે રમાયેલી મેચમાં થમ્પીએ 4 ઓવરમાં ૭૧ રન ખર્ચી નાખ્યા. હવે IPLમાં સૌથી વધુ લૂંટાવવાના મામલે તે પહેલા નંબર પર આવી ગયો છે. આ ઉપરાંત ટી-૨૦ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન લૂંટાવવાના મામલે તે ત્રીજા સ્થાન પર આવી ગયો છે.

IPLમાં અગાઉ આ રેકોર્ડ ઈશાંત શર્માના નામે હતો, જેણે ૨૦૧૩માં ચાર ઓવરમાં ૬૬ રન આપ્યા હતા. ઈશાંતની ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ધોલાઈ થઈ હતી. આ સિઝનમાં થમ્પીને ચોથી વાર મેદાનમાં ઊતરવાની તક મળી હતી એટલે કે થમ્પી આ સિઝનમાં કુલ નવ વાર ટીમમાં સ્થાન મેળવી શક્યો નહોતો. ગઈ કાલની મેચમાં તેને તક મળી તો RCBના બેટ્સમેનોએ તેની જબરદસ્ત ધોલાઈ કરી નાખી હતી.

Janki Banjara

Recent Posts

આંખોની રોશની વધારે છે ‘આઈ યોગ’

યોગ ઘણી શારીરિક સમસ્યાઓના સમાધાનમાં કારગત સાબિત થયો છે. દૃષ્ટિ કમજોર હોવી કોમન સમસ્યા છે. આજકાલ નાનાં બાળકો પણ તમને…

20 hours ago

યુટ્યૂબરનું પાગલપણુંઃ ૩૦૦ ફૂટ ઊંચી ઈમારત પર એક હાથે લટકયો અને પછી….

સ્કોટલેન્ડના પીટરહેડ ટાઉનમાં રહેતો વીસ વર્ષનો એલ્વિસ બોડેનોવ્સ નામનો યુવાન યુટ્યૂબ ચેનલ ચલાવે છે અને એમાં ભાઈસાહેબ જાતજાતના અખતરા અને…

20 hours ago

મૃત્યુને મંગલમય બનાવવાનો ઉપાય બતાવતાં શ્રી શુકદેવજી મહારાજ કહ્યું કે….

મરણાસન્ન વ્યક્તિનાં ગમે તેવાં આચરણ રહ્યાં હોય,ગમે તેવા ભાવ રહ્યા હોય કે ગમે તેવું જીવન વિત્યું હોય,પરંતુ અંતકાળે તે ભગવાનને…

21 hours ago

રણબીર સ્પીચલેસ બનાવી દે છે: આલિયા

આલિયા અને રણબીર કપૂર પોતાના સંબંધોનો સ્વીકાર કરી ચૂક્યાં છે. એવા સમાચાર પણ આવ્યા હતા કે બંને વચ્ચે કોઇ બાબતે…

22 hours ago

મસ્જિદ હુમલોઃ PSLના રંગારંગ કાર્યક્રમ અંગે મની ઉવાચઃ ‘કબૂતર તો ઉડાડ્યાં’

(એજન્સી) કરાચી: એક તરફ ભારતે પુલવામા આતંકી હુમલામાં માર્યા ગયેલા પોતાના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPLની ઓપનિંગ સેરેમની રદી કરી…

22 hours ago

આજે GST કાઉન્સિલની બેઠક નવા નિયમોને મંજૂરી અપાશે

(એજન્સી)નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની આજે ૩૪મી બેઠક મળનાર છે. આ બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીના ઘટાડવામાં આવેલા દરના અમલ…

22 hours ago