વિરાટ કોહલીની વિકેટ લેવા બદલ RCBના કેપ્ટને ઈનામમાં આપ્યું બેટ

વિરાટ કોહલી યુવાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જાણીતા છે. ફરી એકવાર, તેમણે પોતાના વિરાટ હૃદયથી નીતિશ રાણાને ભેટમાં પોતાનું બેટ આપ્યું છે. રોયલ ચૈલેંજર્સ બેંગલોર અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચમાં સતત રાણા 2 બોલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના એબી ડી વિલિયર્સ અને વિરાટ કોહલીની વિકેટ લિધી હતી. કોહલીને વિકેટ લિધા બાદ રાણાએ થોડી અપમાનજનક ટિપ્પણીઓ પણ કરતા દેખાયા હતા. એવું લાગે છે કે કોહલીએ નીતિશ રાણાના વર્તનને અવગણીને તેની સારી કામગીરી માટે આ ભેટ આપી છે.

RCBના કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ પડ્યા બાદ IPL સીઝન 11ના ત્રીજા મેચમાં નીતિશ રાણાએ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયા પર તેમની વર્તણૂકની ઘણી બધી ટીકાઓ થઈ હતી. જો કે, કોહલીએ રાણાને સારી રમત દર્શાવવા માટે ઇનામમાં બેટ ભેટ આપ્યો છે અને નીતિશ રાણાએ પણ કોહલીને તેના સોશ્યિલ મીડિયામા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને આભાર માન્યો છે.

નીતિશ રાણાએ સોશ્યિલ મીડિયામાં વિરાટ કોહલી પાસેથી ભેટમાં મળેલા બેટનો ફોટો શેર કર્યો છે. RCBના કેપ્ટનની પ્રશંસા કરતી વખતે, તેમણે પોતાના Instagram એકાઉન્ટમાં લખ્યું હતું કે “જ્યારે રમતના મહાન ખેલાડીઓ તમારી આવી પ્રશંસા કરે છે, ત્યારે તેનો અર્થ એ કે તમે કંઈક યોગ્ય કરી રહ્યા છો. આ બેટ માટે આપનો આભાર વિરાટ ભૈયા. આ મારે માટે પ્રોત્સાહન કર્યો છે જેની મને ઘણી જરૂર છે.’

નીતીશ રાણા મુંબઈની ટીમથી આગલી સિઝનમાં રમ્યો હતો પરંતુ આ વખતે તે કોલકતા નાઈટ રાઈડર્સથી રમી રહ્યો છે. ઘરેલૂ ક્રિકેટમાં, રાણા દિલ્હીની ટીમ માટે રમે છે. IPLમાં તેની ઓળખ ઝડપી બૅટ્સમૅન તરીકે કરવામાં આવે છે.

You might also like