જીત પછી મેદાન પર કિસ કરીને વ્યકત કરી ખુશી, હવે નહી રમે કોઇ મેચ!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મેચની જીત પછી તમામ ક્રિકેટર્સને તમે સેલિબ્રેટ કરતા જોયા હશે પણ રાજસ્થાન રૉયલ્સ (RR)ના ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સે એવું કર્યું જે અત્યાર સુધી કોઈએ નહીં કર્યું હોય. જયપુરમાં 10 મેના રોજ રમાયેલી રાજસ્થાન રૉયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ બાદ મેદાનની બહાર જતા પહેલા જ પોતાની પત્નીને કિસ કરી.

બેન સ્ટૉક્સની પત્ની ક્લેયર રેટક્લિફ જયપુરમાં હતી અને મેચ બાદ તે પોતાના પતિને મળવા પહોંચી હતી, જ્યાં સ્ટોક્સે તેને કિસ કરી લીધી. જણાવી દઈએ કે, બંનેએ ગયા વર્ષે ઓક્ટોબરમાં જ લગ્ન કર્યા હતા. બંનેને લગ્ન પહેલા જ બે બાળકો થઈ ગયા હતા.

સ્ટોક્સ અને જોઝ બટલરને ઈંગ્લેન્ડ-પાકિસ્તાનની ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં સ્થાન અપાતા તેઓ IPL અધવચ્ચે છોડીને જ ઈંગ્લેન્ડ રવાના થઈ ગયા છે. રાજસ્થાનને હવે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે એક મેચ રમવાની છે અને પ્લેઑફમાં પહોંચવા માટે તેમાં જીતવું જરૂરી છે. આમ, આવા નિર્ણાયક સમયે બે મોટા ખેલાડીઓનું ટીમમાંથી બહાર જવું તેના માટે મોટો ફટકો સાબિત થયો છે.

ઉલ્લેખનીય છે કે, બેન સ્ટોક્સને રાજસ્થાને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તે આ સીઝનનો સૌથી મોંઘો પ્લેયર છે. જોકે, તે પોતાના નામ અને દામ પ્રમાણે પરફોર્મન્સ કરી શક્યો નહોતો અને 13 મેચોમાં 196 રન અને 8 વિકેટ જ લઈ શક્યો. સ્ટોક્સે કોઈપણ મેચ પોતાના દમ પર ટીમને જીતાડી નથી જેના કારણે રાજસ્થાનની ટીમ પ્લેઑફમાં પહોંચવા માટે ઝઝૂમી રહી છે.

You might also like