સ્ટેડિયમમાં લાઇટ જતાં આર.અશ્વિનની પત્નીએ કર્યુ કંઇક આવુ..

ગઇ કાલે રમાયેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પજાંબની ટીમને 3 રનથી માત આપી, આ સાથે જ મુંબઇ ઇન્ડિયન્સની પ્લઑફમાં જવાની આશા જીવંત છે. જ્યારે પંજાબની ટીમે ફરી એક વખત પ્રીતિ ઝિન્ટા અને ફેન્સને નિરાશ કર્યા. જીતની બાજીને જસપ્રિત બુમરાહની ઓવરે પલ્ટી નાખી અને ફરી એક વખત યુવરાજનું બેટ ચાલવા ન દીધું. આ આ સિવાય મેચમાં કંઈક એવી ઘટના બની હતી જે ચર્ચાનો વિષય બન્યો હતો.

વાસ્તવમાં જ્યારે મુંબઇની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે અચાનકથી સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સમાં કોઇ ખામી સમર્જાતા 2 ફ્લડલાઇટ્સ બંધ થઇ ગઇ, જેના કારણે ગેમને રોકવી પડી હતી. આ ઘટના પર આર. અશ્વિનની પત્ની પ્રીતિ અશ્વિન આશ્ચર્યમાં પડી ગઇ અને તેણે આ ટ્વીટર પર ફોટો પણ પોસ્ટ કર્યો હતો. પ્રીતિએ ટ્વીટ કરીને લખ્યું કે, ”ચાલુ ગેમમાં લાઈટો ગઈ. વોટટટટટ..”

કાલની મેચની વાત કરીએ તો મુંબઈની ટીમે પહેલા બેટિંગ કરીને 20 ઑવર્સમાં 186 રનનો સ્કોર કર્યો. મુંબઈ તરફથી કેરોન પોલાર્ડે માત્ર 23 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી દીધી. જેના જવાબમાં ઉતરેલી પંજાબની ટીમની શરુઆત જબરજસ્ત રહી. લોકેશ રાહુલની વિકેટ 94 રન પર પડ્યા પછી ટીમ કશું ખાસ કરી શકી નહીં. એક છેડા પર અક્ષર પટેલનું બેટ ચાલી રહ્યું હતું પણ બીજા છેડે કોઈ ખેલાડી ટકી શક્યા નહીં અને યુવરાજે પણ આ મેચમાં નિરાશ કર્યા.

You might also like