પાકિસ્તાની એન્કર ફેન થઇ કે.એલ.રાહુલની, કીધું કઇંક આવું…

IPL 2018માં પ્લે-ઑફમાં પહોંચવાની જંગ શરૂ થઇ ગઇ છે. તમામ પ્લેયર્સ પોતાની ટીમને અંતિમ દોરમાં પહોંચાડવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. આ IPLની સિઝનમાં જે પ્લેયર ની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તે છે કે.એલ. રાહુલ. IPLમાં તે સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગયો છે. 10 મેચમાં તેણે 471 રન ફટકાર્યા છે. ચારેય તરફ કે.એલ.રાહુલના ફોર્મની ચર્ચા થઇ રહી છે, તેની ફૅન ફૉલોઇંગ સતત વધતી જઇ રહી છે.

પાકિસ્તાનની હોસ્ટ જૈનબ અબ્બાસ પણ હવે તેની ફૅન બની ગઇ છે. તેણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ”પ્રભાવશાળી, શાનદાર ટાઇમિંગ, જોઇને મજા આવી ગઇ.” તેની આ ટ્વીટ પાકિસ્તાન કરતા વધુ ભારતમાં વાયરલ થઇ રહી છે.

 

Side swept~

A post shared by Zainab Abbas (@zabbasofficial) on

ઉલ્લખનીય છે કે જૈનબ અબ્બાસ પાકિસ્તાનની સ્પોર્ટસ એન્કર છે. તે પાકિસ્તાનના મોટા ઇવેન્ટ્સને કવર કરે છે. પાકિસ્તાન સુપર લીગમાં તે એન્કરિંગ કરે છે. તેની ત્યાં મોટી સંખ્યામાં ફૅન ફૉલોઇંગ છે. તે અનેક દિગ્ગજ ક્રિકેટરોનું ઇન્ટરવ્યુ લઇ ચુકી છે, જેના વીડિયોઝ પણ ખૂબ જ ટ્રેન્ડ થયા હતા.

ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) પહેલા કે.એલ. રાહુલ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)માં હતો. બેંગલોરે તેને રિટેઇન ન કરતા પંજાબે તેને 11 કરોડમાં ખરીદ્યો હતો. ઑક્શન વખતે મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સ તેને ખરીદવા ઇચ્છતા હતા જો કે કિંમત વધવાના કારણે તેમણે હાથ પાછા લઇ લીધાં.

 

You might also like