ટીમની હાર પછી ભડકેલી પ્રીતિએ વીરૂને રૂમમાં બોલાવીને કર્યુ કંઇક આવું…

IPLની કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)ના મેન્ટોર વિરેન્દ્ર સહેવાગ અને કૉ-ઑનર પ્રીતિ ઝિન્ટાની વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ. સૂત્રોનુસાર, રાજસ્થાન રૉયલ્સ સામે હાર્યા પછી પ્રીતિ અને સહેવાગ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોતાના સમયમાં જેની સામે બોલિંગ કરતા બોલર્સ ડરતા હતા તેવા ફટકાબાજ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને પ્રીતિએ મેચ હાર્યા બાદ પોતાના રૂમમાં બોલાવીને કડક ભાષામાં સવાલ જવાબ કર્યા હતા.

જણાવી દઇએ કે, સહેવાગ ગત 5 વર્ષથી કિંગ્સ ઇલેવન પંજાબની ફ્રેન્ચાઇઝીથી જોડાયેલો છે અને પ્રીટિ ઝિન્ટા, નેસ વાડિયા અને બિઝનેસમેન મોહિત બર્મન આ ફ્રેન્ચાઈઝીના માલિક છે. સૂત્રોનું માનીએ તો પ્રીતિ દ્વારા જે રીતે સેહવાગ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે તેનાથી વિરુ એટલો તો નારાજ છે કે તે પંજાબની ટીમ સાથે ચાલી રહેલા તેના 5 વર્ષ જૂના સંબંધો પર પૂર્ણવિરામ પણ મુકી શકે છે.

મંગળવારના રાજસ્થાન રૉયલ્સની સામે મળેલા 158 રનના ટાર્ગેટ પૂરો કરવા માટે આવેલી પંજાબની ટીમની જીતની આશા ફેન્સ કરી રહ્યા હતા. જોકે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ઠીક પરફૉર્મન્સ કરનારી રાજસ્થાનની ટીમે કિંગ્સ ઇલેવન પંજાબને સરળતાથી હરાવી દીધું. જોકે હાલ રેટિંગમાં પંજાબ ત્રીજા નંબરે છે. સૂત્રો મુજબ મેચ પૂર્ણ થયા બાદ હજુ તો પ્લેયર્સ રેસ્ટ રૂમમાં પહોંચ્યા પણ નહોતા કે ગુસ્સામાં પ્રીતિ ઝિંટા સહેવાગ પાસે પહોંચી અને ટીમના ટેક્નિકલ તેમજ રણનીતિક બાબતોને લઈને ખૂબ જ કડક શબ્દોમાં સહેવાગની ઝાટકણી કાઢી.

ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા સૂત્રોનુસાર કે અશ્વિનને કરુણ નાયર અને મનોજ તિવારી જેવા પ્લેયર્સને પહેલા ત્રણ પર મોકલ્યા તેને લઈને પ્રીતિએ સહેવાગની રણનીતિ પર આપત્તિ દર્શાવી. અશ્વિન આ મેચમાં શૂન્ય સ્કોર પર પાછો ફર્યો. સૂત્રોએ આગળ જણાવ્યુ કે, ”પ્રીતિએ આ નિર્ણય અને હારને લઈને તમામ દોષનો ટોપલો સહેવાગના પર ઢોળ્યો અને પૂર્વ બેટ્સમેન પર ભડાસ કાઢી.” સૂત્રોએ અમને એ પણ જણાવ્યું કે, ”શરુઆતમાં સહેવાગે પ્રીતિને શાંતિ મગજથી વાત કરી પણ અને પ્રીતિને સમજાવવાની કોશિશ કરી.”

પજાંબની ફ્રેન્ચાઇઝીના નજીકના સૂત્રોનુસાર, ટેસ્ટ ક્રિકેટમાં 2 ટ્રિપલ સેન્ચુરી અને વનડેમાં પણ ડબલ સેન્ચુરી કરનારા વિરેન્દ્ર સહેવાગ અને પ્રીતિ ઝિન્ટા વચ્ચે ઠીક નથી. સૂત્રોનુસાર, સહેવાગના નિર્ણય અને કામ પર આ પહેલી વખત નથી જ્યારે પ્રીતિએ આપત્તિ જતાવી હોય, વિસ્ફોટક બેટ્સમેન પોતાના કામમાં પ્રીતિની દખલઅંદાજીના કારણે નારાજ છે.

ફ્રેન્ચાઇઝીથી જોડાયેલા સૂત્રોનુસાર, , ”વિરેન્દ્ર સેહવાગે ટીમના અન્ય માલિકોને પોતાના અંદાજમાં જણાવી દીધું છે કે તે પ્રીતિ ઝિન્ટાની એક્ટિંગવાળા નખરા સહન નહીં કરે. તે કો-ઓનર પ્રીતિના સવાલ-જવાબ અને તેના નિર્ણય પર સતત વાંધો ઉઠાવવાની રીતોથી અસહજ છે.” તે કંઈ પહેલી વખત નથી કે જ્યારે પ્રીતિએ ટીમના કોચ કે મેન્ટોર સાથે તણાવ થયો હોય. આ પહેલા 2016માં પણ પંજાબના હેડ કોચ સંજય બાંગર પર પોતાનો ગુસ્સો ઉતારવાને લઈને પ્રીતિ મીડિયામાં હેડલાઈન્સ બની હતી. જોકે, તે વખતે તેણે આખા કિસ્સાને ખોટો ગણાવીને તમામ દોષનો ટોપલો મીડિયાના માથે નાખ્યો હતો.

You might also like