IPL11: આ કારણથી રોહિતની આંખમાં આવ્યા આસું, પત્ની પણ થઇ ગઇ ઉદાસ

ઇન્ડિયન પ્રિમિયર લીગની 11મી સિઝનમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં મુંબઇ ઇન્ડિયન્સે ફક્ત એક જ મેચમાં વિજય મેળવ્યો છે. સનરાઇઝ હૈદરાબાદ સામે મંગળવારે રમાયેલી મેચમાં ટીમ લો સ્કોરિંગ મેચમાં 31 રનથી હારી ગઇ.

મુંબઇ ઇન્ડિયન્સ સામે 119 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં આખી ટીમ 87 રનના સ્કોર પર જ ધ્વસ્ત થઇ ગઇ. કેપ્ટન રોહિત શર્મા ફક્ત 2 રન બનાવીને આઉટ થઇ ગયો. ટીમની હાર બાદ રોહિત શર્મા ખૂબ જ ઉદાસ જોવા મળ્યો. સોશ્યલ મીડિયા પર કેટલીક એવી પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં રોહિતની આંખો માંથી આંસુ આવી ગયા છે તે સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.

 

રોહિતને ખૂબ જ કૂલ કેપ્ટન માનવામાં આવે છે અને તે હારીને રડે તેવો કેપ્ટન નથી. મુંબઇ ઇન્ડિયન્સને ફેન્સને પણ મોટો ઝાટકો લાગ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ અનેક પ્રકારના રિએક્શન જોવા મળી રહ્યાં છે.

સાથે જ રોહિત શર્માને ઉદાસ જોઇને તેની પત્ની રિતિકા પણ ખૂબ જ ઉદાસ જોવા મળી. મેચ દરમિયાન રોહિતની પત્ની રિતિકાએ શિખર ધવનની પત્ની આયેશા અને દિકરા જોરાવર સાથે મસ્તી કરી હતી અને તેણે તેમની સાથે જ મેચ જોઇ હતી. જો કે મેચ દરમિયાન રિતિકા પણ ખૂબ જ દુખી જોવા મળી.

Juhi Parikh

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

58 mins ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

2 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

3 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

3 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

3 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

3 hours ago