આ વ્યકિતએ ધોનીને ગણાવ્યો પોતાનો પહેલો પ્રેમ, PHOTO VIRAL

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK) ભલે 2 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કમબેક કર્યુ હોય પરંતુ તેના ફેન્સ માટે ટીમ પ્રત્યેનો જોશ અને ઝુનૂન યથાવત્ છે, તેનો એક નજારો શુક્રવારે જોવા મળ્યો હતો. જ્યારે ટીમ પોતાના ધરેલૂ મેદન પૂણેમાં રમવા માટે ઉતરી હતી. ચેન્નાઇમાં આ ટીમને સમર્થન મળતુ હતુ તેટલું જ સમર્થન ધરેલૂ મેદાન પૂણેમાં મળ્યું હતુ.

બહુચર્ચિત કાવેરી વિવાદને કારણે ચેન્નાઇ સુપરકિંગ્સે પોતાનું ધરેલૂ મેદાન છોડીને પૂણે પરત ફરવું પડ્યુ હતુ. IPL11ની સિઝનની બાકીની મેચ ચેન્નાઇની ટીમ હવે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન પૂણે મેદાન પર રમશે, પરંતુ મેદાનમાં ફેરફાર થવાને કારણે ટીમની લોકપ્રિયતા અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનની ફેન્સમાં ઘટાડો થયો નથી. શુક્રવારે જ્યારે ટીમની મેચ રાજસ્થાન રોયલ્સ સામે હતી ત્યારે સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ફેન્સ પૂણે પહોંચ્યા હતા.

 

 

આ દરમ્યાન ધોની પ્રત્યેના નિખાલસ પ્રેમ અંગેની લોકોની લાગણીઓ ફોટોઝના માધ્યમથી વાયરલ થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશને (ICC) શુક્રવારે પોતાના ટ્વિટર પર એક ટ્વિટ કરી ફોટ શેર કરી હતી. જેમાં એક યુવતી પોતાના હાથમાં પ્લેકાર્ડ લઇને ઝૂમી રહીં હતી. તે પ્લેકાર્ડ પર મેસેજ છે – ભાવિ સાથીની માંફી માંગુ છું. પરંતુ મહેન્દ્રસિંહ ધોની હંમેશા મારો પ્રથમ પ્રેમ રહેશે. ICCનું ટ્વિટ કર્યા બાદ જોતજોતામાં વાયરલ થઇ ગયું છે. લોકોએ વધુ પ્રમાણમાં રીટ્વિટ અને શેર કર્યુ છે.

મહેન્દ્રસિંહ ધોનીની ટીમે શુક્રવારે આ સિઝનમાં પુણેમાં પ્રથમ મેચ રમ્યા હતાં. આ મેચમાં ચેન્નઈએ રાજસ્થાન રૉયલ્સને 64 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. ચેન્નઈએ ‘મેન ઑફ ધ મેચ’ વૉટ્સન (106)ની સદીની મદદથી 5 વિકેટ ગુમાવી 204 રન બનાવ્યા હતાં. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રૉયલ્સની ટીમની પ્રારંભિક શરૂઆત નબળી રહી હતી અને અંત સુધીમાં તે બહાર આવી શકી નથી અને બધી વિકેટ ગુમાવી માત્ર 140 રન જ બનાવી શકી હતી.

You might also like