ધોનીનો ‘વિરાટ’ ફેન, કહ્યુ: ‘દેશના માટે ખુશખબર છે કે માહી ફોર્મમાં છે’

ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર IPLની મેચમાં 6 વિકેટથી જીત મેળવ્યા પછી ટીમના સ્પિનર્સ રવિન્દ્ર જાડેજા અને હરભજન સિંહના ફૉર્મના વખાણ કર્યા જ્યારે RCBના કેપ્ટન વિરાટ કોહલીએ કેચ છોડ્યા પર દુ:ખ વ્યકત કર્યુ હતુ. મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યુ કે, ”ટીમના સ્પિનર્સ રવિન્દ્ર જાડેજા અને હરભજન સિંહે સારી બૉલિંગ કરી, જાડેજાએ વિરાટ કોહલીને આઉટ કર્યો જ્યારે ભજ્જીએ એ.બી.ડિવિલિયર્સને આઉટ કર્યા, એક ટીમ તરીકે અમે સારી બૉલિંગ કરી.”

જ્યારે બીજી તરફ મેચ પૂરી થયા પછી RCBનો કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીના વખાણ કરતા કહ્યુ કે, ”ધોનીની સિક્સર્સ તમામ લોકો જોવા ઇચ્છે છે, જે રીતે આજે (શનિવાર) તેઓ રમ્યા. જ્યારે ધોની ફોર્મમાં હોય છે ત્યારે તમે કંઇ કરી શકતા નથી, ધોનીનું ફોર્મ ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત છે.”

ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇ સુપરિકંગ્સ (CSK) શાનાદાર બેટિંગ પછી મહેન્દ્ર સિંહ ધોની 31* રનની ઇનિંગ રમીને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર 6 વિકેટે જીત મેળવી. RCB અત્યાર સુધીમાં 9માંથી 6 મેચ હારી ચૂકી છે, જ્યારે ચેન્નાઇ 10માંથી 7 મેચ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદના પછી બીજા સ્થાન પર છે. પહેલા બેટિંગ કરવા માટે આવેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 127 રન કર્યા જ્યારે ટાર્ગેટનો પીછો કરવા આવેલી CSKના કેપ્ટન ધોનીએ 23 બૉલમાં 3 સિક્સર્સ અને 1 બાઉન્ડ્રી ફટકારીને 18 ઑવર્સમાં ચાર વિકેટ ગુમાવીને 128 રન કરીને મેચ જીતી લીધી.

You might also like