IPL: પિતાની અંતિમવિધિમાંથી પરત ફરી શાનદાર ઇનિંગ્સથી જીત્યું સૌનું દિલ

શનિવારે આઇપીએલના એક શાનદાર મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ભલે દિલ્હીને પરાજ્ય આપ્યો. પરંતુ ડેયરડેવિલ્સના બેટસમેન ઋષભ પંતે પોતાની શાનદાર ઇનિંગ્સથી સૌનું દિલ જીતી લીધું. પરંતુ સૌથી મોટી વાત તો એ હતી કે બે દિવસ પહેલાં જ ઋષભ પોતાના પિતાની અંતિમવિધીમાંથી પરત ફરેલ છે. બુધવારના રોજ ઉત્તરાખંડના રૂડકીમાં એટેકના કારણે તેના પિતા રાજેન્દ્ર પંતનું અવસાન થયું હતું. ગુરૂવારે 19 વર્ષના પંત પોતાના પિતાની અંતિમવિધિમાં ગયો હતો. જ્યારે બીજા દિવસે ફરી તે ટીમ સાથે જોડાઇ ગયો હતો.

પંતે ટીમ સાથે પ્રેકટિસ પણ કરી હતી. શનિવારે રમાયેલ મેચમાં પંત પુરી પ્રેકટીસ સાથે મેચમાં ઉતર્યો હતો. બેંગલોર સામેની મેચમાં પંત જ્યારે મેદાનમાં રમવા આવ્યો ત્યારે તેણે પ્રથમ બોલમાં સિક્સર મારી હતી. તેણે અડધી સદી ફટકારી હતી. ઋષભ પંતે 36 બોલમાં ત્રણ બાઉન્ડ્રરી અને ચાર સિકસરની મદદથી 57 રન બનાવ્યા.આ અગાઉ ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડૂલકર અને વિરાટ કોહલી સાથે પણ આવું થયું હતું. સચિન જ્યારે 1999નો વર્લ્ડકપ રમી રહ્યો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. સચિન તેના પિતાની અંતિમવિધી બાદ કેન્યા સામેની મેચમાં સદી ફટકારી હતી.
http://sambhaavnews.com/

You might also like