આઇપીએલ-9 : કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચે ટક્કર

કોલકાતા : થોડા સમય પહેલા જ ઇડન ગાર્ડન ખાતે કાર્લોસ બ્રેથવેટે સતત ચાર સિક્સર સાથે વર્લ્ડ ટી20નો રોમાંચ પુરો થયો હતો. આજે આ જ મેદાન પર આઇપીએલના જંગની શરૂઆત થશે. બે વખત આઇપીએલ ચેમ્પિયન બનેલ કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો દિલ્હી ડેયરડેવિલ્સ સામે છે. ગત સીઝનમાં સાતમાં ક્રમાકે રહેલ દિલ્હી માટે આ મુકાબલો આસાન નહીં હોય. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સનો રેકોર્ડ હોમ ગ્રાઉન્ડ પર ઘણો સારો છે.

વર્ષ 2012માં કોલકાતાએ તેનું પ્રથમ આઇપીએલ ટાઇટલ જીત્યું હતું. બીજી સીઝનમાં તે સાતમાં સ્થાને રહી હતી. 2014માં ફરી કોલકાતાએ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જ્યારે 2015માં ટીમ પાંચમા નંબર પર રહી હતી. કોલાકાતા ટીમના મુખ્ય નબળાઇ તેનું ટોપ ઓર્ડર બેટિંગ તેમજ ડેથ ઓવરમાં સારી બોલિંગ રહી છે. ટીમના સુકાની ગૌતમ ગંભીર અને રોબિન ઉથપ્પાએ આ સીઝનમાં જવાબદારી સાથે બેટિંગ કરતાં ટીમને સારી શરૂઆત આપવી પડશે. ગત સીઝનમાં ટીમના ટોપ ઓર્ડરે (એકથી ત્રણ) માત્રે 25.44ની એવરજથી રન બનાવ્યા હતા.

આઇપીએલમાં અત્યાર સુધી સારુ પ્રદર્શન નહી કરનાર દિલ્હીએ શિસ્તબધ્ધ બોલિંગ અને બેટિંગમાં પ્રદર્શન કરવું પડશે. દિલ્હીની ટીમમાં દક્ષિણ આફ્રિકાની ટીમના સ્ટાર ખેલાડી સાથે ભારતના યુવા સ્ટાર ખેલાડીઓ છે. જ્યારે સુકાની તરીકે ઝહીર ખાનનો અનુભવ ઘણો કામમાં આવશે. અંડર-19ની ટીમના ખેલાડી ઋષભ પંત, મહિપાલ લોમરોર અને ખલીલ અહમદ ટીમના ખેલાડીઓ છે. મિડલ ઓર્ડરમાં જેપી ડુમિની પર ટીમની જવાબદારી રહેશે.

You might also like