આઈપીએલ-૧૦માં સની લિયોન સાથે સુનીલ ગ્રોવર કોમેન્ટરી આપશે

મુંબઇ: ‘ધ કપિલ શર્મા શો’ને અલવિદા કહ્યા બાદ કોમેડિયન સુનીલ ગ્રોવર હવે આઇપીએલ-૧૦માં કોમેન્ટરી આપતો નજરે પડશે. આઇપીએલ-૧૦માં સુનીલ ગ્રોવર સની લિયોન સાથે કોમેન્ટરી આપશે. સુનીલ ગ્રોવરે સ્વયં ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

સુનીલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે તે આઇપીએલ સિઝન-૧૦માં કોમેન્ટરી આપશે. સુનીલે આ વીડિયોમાં જણાવ્યું છે કે હું સુનીલ ગ્રોવર આપને યુસી ન્યૂઝ એપ પર ૧૩ અેપ્રિલે લાઇવ કોમેન્ટરી આપતો નજરે પડીશ અને મારી સાથે હશે ‘લૈલા’, ‘બેબી ડોલ’ કહીને એ વાત તરફ ઇશારો કર્યો છે કે ૧૩ એપ્રિલે તે સની લિયોન સાથે લાઇવ કોમેન્ટરી આપશે. અલબત્ત સુનીલ ગ્રોવરે સની લિયોનનો સ્પષ્ટ નામોલ્લેખ કર્યો નથી.

http://sambhaavnews.com/

You might also like