આઇપીએલ-10માં દેખાયો સુપર ઓવરનો રોમાંચ, મુંબઇએ ગુજરાતને હરાવ્યું

આઇપીએલ-10ની 35મી મેચમાં મુંબઇ ઇન્ડીયન્સની ટીમે ગુજરાત લાયન્સને હરાવ્યું. મેચમાં બંને ટીમનો સ્કોર એક જ રહેતાં ટાઇ પડી હતી. ટાઇ પડતાં મેચના નો નિર્ણય સુપર ઓવર દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઇની ટીમે 11 રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં ગુજરાતના બેટસમેનો 6 રન જ બનાવી શક્યા હત્યાં. મુંબઇ તરફથી સુપર ઓવર જસપ્રીત બુમરાહે નાંખી હતી. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના કારણે મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાત લાયન્સને હાર આપી.

આ અગાઉ મુંબઇની ટીમ ગુજરાત લાયન્સે આપેલા 154 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 20 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે મેચ સુપર ઓવર સુધી પહોંચી હતી. ગુજરાત લાયન્સના કેપ્ટન રૈનાએ ટોસ જીતી પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 153 રન બનાવ્યા હતા. આ જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સના 14 પોઇન્ટ થઇ ગયા છે. મુંબઇ ઇન્ડિયન્સ કોલકતા કરતા નેટ રનરેટના મામલે જ પાછળ છે. મેચમાં ઓલરાઉન્ડરની ઇનિંગ્સ રમનાર મુંબઇના કુણાલ પંડાયને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like