IPL ફિક્સર્સની મુશ્કેલી વધીઃ દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી

નવી દિલ્હીઃ સુનાવણી અદાલતમાં નિષ્ફળ રહ્યા બાદ પોલીસે ૨૦૧૩ના આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં ભારતના ટેસ્ટ ક્રિકેટર રહી ચૂકેલા શ્રીસંત અને અન્ય બે ક્રિકેટર અજિત ચંદિલા અને અંિકત ચવ્હાણ સહિત બધા આરોપીઓને આપવામાં આવેલી ક્લીન ચિટને હાઈકોર્ટમાં પડકારી છે. દિલ્હી પોલીસની આ અપીલથી શ્રીસંત સહિતના ખેલાડીઓની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હી પોલીસે સુવણી અદાલતના ૨૫ જુલાઈના ચુકાદા વિરુદ્ધ અપીલ દાખલ કરી છે. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે તપાસકર્તા બધા જરૂરી પુરાવા એકઠા કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુનાવણી અદાલતે બધા ૩૬ આરોપીઓ વિરુદ્ધના આરોપને નકારી કાઢતાં કહ્યું હતું કે દિલ્હી પોલીસ અંડરવર્લ્ડ ડોન દાઉદ અને તેના સાથી છોટા શકીલ દ્વારા ચલાવાતી સિન્ડિકેટ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. ત્રણ અન્ય આરોપી જાવેદ ચોટાણી, સલામી અને અહતેશમ પાકિસ્તાની નાગરિક છે અને ક્યારેય પોલીસને હાથ લાગ્યા નથી. આ ઉપરરાંત ત્રણેય ક્રિકેટર આઇપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના સભ્ય હતા અને િફક્સિંગમાં કહેવાતી સંડોવણીને કારણે તેઓ પર આજીવન પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. પોલીસે છ હજાર પાનાંના આરોપપત્રમાં કુલ ૩૬ લોકોને આરોપી બનાવ્યા હતા. પોલીસે કરેલી અપીલમાં દાવો કર્યો છે કે આરોપપત્રમાં પર્યાપ્ત પુરાવા ઉપલબ્ધ કરાવાયા છે.
You might also like