ઇપ્કોમાં ખેડૂતોએ કરેલા હુમલા સીસીટીવીમાં કેદ : ૧૩ ધરપકડ

વડોદરા : પાદરા તાલુકાના રણુ ગામ પાસે આવેલી આઇજીસીએ લેબોરેટરી નામની કંપનીમાં જમીન બાબતે ખેડૂત અને સિક્યોરિટી ગાર્ડસ વચ્ચે રવિવારે ઘર્ષણ થયું હતું. આ મામલે પોલીસે ૧૦ ખેડૂતો અને ૩ સિક્યોરીટી જવાન સહિત ૧૩ની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક ગન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય ચે કે, ગામના ખેડૂતો દ્વારા કંપની પર હલ્લાબોલ કરવામાં આવ્યું તે સમગ્ર ઘટના કંપનીના સીસીટીવી કેદ થઇ હતી.

પાદરા તાલુકાના રણુ ગામ પાસે આવેલી આઇપીસીએ લેબોરેટરી કંપનીના સત્તાવાળાઓ અને રણુ ગામના રહેવાસી ચિરાગ પટેલ વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી જમીન વિવાદ મામલે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જમીન માલિકોની હોવાના દાવા સાથે કંપની સામે જંગે ચઢેલા ખેડૂત ચિરાગ પટેલ ગત રવિવારે ગામના ખેડૂતો સાથે ૨ જેસીબી સાથે ટ્રેક્ટરમાં મારક હથિયારો લઇ ધસી આવ્યા હતા. કંપની દ્વારા ખેડૂતની માલિકીની કથિત જમીનમાં બનાવેલી દીવાલ તોડી પાડી હતી.

ભારે આક્રોશ સાથે આવેલા રણુ ગામના ખેડૂતો અને કંપનીના સિક્યોરિટી ગાર્ડસ વચ્ચે થયેલા ઘર્ણણમાં ફાયરીંગ થયું હોવાની વાત બહાર આવી હતી. ઘર્ષણ બાદ કંપનીના એચ.આર. મેનેજર સંજય નાગોરીએ ખેડૂત ચિરાગ પટેલ સહિત ખેડૂતોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે પાદરા પોલીસે મોડી રાત દરમિયાન ખેડૂત ચિરાગ પટેલ સહિત ૧૦ ખેડૂતો અને કંપનીના ૩ સિક્યોરિટી જવાનોની ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે સિક્યોરિટી જવાનો પૈકી એક જવાનની ગન કબજે કરી હતી.

ઇપ્કો કંપનીના એચઆર મેનેજર સંજય નાગોરીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે કંપનીના પાછળના ભાગમાં કેટલાક લોકો તીક્ષ્ણ હથિયારો અને બંદૂક લઇને આવ્યાહતા. જ્યાં તોડફોડ કરીને ફાયરિંગ કર્યું હતું. ખેડૂત ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, આ જમીન મારી છે. જે બાબતે પાદરા મામલતદારે પણ ક્લિનચીટ આપી છે. કંપનીએ કેટલાક સમયથી અમારી જમીનની આજુબાજુ દિવાલ કરી નાંખી છે. જેથી મારી જમીનમાં જવા માટે અમે લોકોએ તોડફોડ કરી છે.

You might also like