વાયરલેસ AirPodsની સાથે આવશે iPhone7, કિંમત પણ થઇ લીક!

નવી દિલ્હી: એપ્પલના આગામી આઇફોન પર દુનિયાભરના સ્માર્ટફોન યૂજર્સની સાથે મોટી કંપનીઓની પણ નજર છે. 7 સપ્ટેમ્બરને iPhone7 લોન્ચ થઇ શકે છે, કારણ કે કંપનીએ આ દિવસ સ્પેશિયલ ઇવેન્ટ માટે મીડિયા ઇન્વાઇટ્સ મોકલવાનું શરૂ કરી દીધું છે.

હંમેશાની માફક આ વખતે પણ લોન્ચ પહેલાં આગામી આઇફોનના ઘણા ફોટા અને કિંમત કથિત રીતે લીક થઇ ચુકી છે. ફોન રૈડારના અનુસાર iPhone7 અને iPhone7 plus ત્રણ સ્ટોરેજ વેરિએન્ટમાં આવશે- 32GB, 128GB અને 256GB.

રિપોર્ટ્સ અનુસાર આ વખતે આઇફોનમાં ઇયરફોન જૈક હશે નહી અને તેની જગ્યાએ તેની સાથે વાયરલેસ એર પોડ્સ આપવામાં આવશે. ઇન્ટરનેટ પર કેટલાક ફોટો લીક થઇ રહ્યાં છે. જેમાં AirPods બતાવવામાં આવ્યું છે. જો કે એ પણ કોઇપણ આધિકારીક નથી.

લીક થઇ ગયેલા ભાવ અનુસાર iPhone 7ના 32GB વેરિએન્ટની કિંમત 5288 યુઆન ( 52,983 રૂપિયા), 64GB વેરિએન્ટની કિંમત 6088 યુઆન (60,999 રૂપિયા) અને 256GB વેરિએન્ટની કિંમત 7088 યુઆન (71,018 રૂપિયા) હશે.

iPhone 7 Plusની વાત કરીએ તો તેના 32GB વેરિએન્ટની કિંમત 6088 યુઆન (60,999 રૂપિયા), 128GB અને 256GB વેરિએન્ટ્સની કિંમત ક્રમશ: 6888 યુઆન (69,014 રૂપિયા) અને 7888 યુઆન (79,014 રૂપિયા) હશે.

You might also like