અાગામી વર્ષે એમોલ્ડ ટેક્નોલોજી સાથે કર્વ્ડ અાઈફોન 7Sનું લોન્ચિંગ

સાન ફ્રાન્સિસ્કો: અા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અાઈફોન ૭ અને ૨૦૧૭માં અાઈફોન 7s લોન્ચ થશે. રિપોર્ટ મુજબ અાઈફોન 7sના ફીચર્સ જૂના મોબાઈલ કરતાં બિલકુલ અલગ હશે. તેનાં ફ્રન્ટ અને બેક બંને ભાગ કર્વ્ડ હશે.  અાઈફોનમાં એમોલ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે જે અત્યાર સુધી સેમસંગ કરતી હતી.

અાઈફોન 6sની જેમ અાઈફોન 7s પણ મોટી સ્ક્રીનવાળું પ્લસ મોડલ હશે. પ્લસ મોડલની સ્ક્રીન ૫.૮ ઇંચની હશે. અાઈફોન 6s પ્લસની સ્ક્રીન સાઈઝ ૫.૫ ઇંચ છે. અામ તો એપલ પોતાની પ્રોડક્ટની જાણકારી જાહેર કરતી નથી પરંતુ ઘણી વખત ગેઝેટ નિષ્ણાતો પોતાના સૂત્રોના અાધારે તે અંગે જણાવતાં રહે છે.

અા જ રીતે એક એનાલિસ્ટ કેજીઅાઈ સિક્યોરિટીઝના મિંગ ચી કુઅોઅે નવા ફોન અંગે અા જાણકારી અાપી છે. કુઅોના જણાવ્યા મુજબ બ્લાસ્ટના કારણે અાઈફોન 7sનું વજન અાઈફોન 6s કરતાં અોછું હશે. અાઈફોન 6sનું કવર એલ્યુમિનિયમનું છે. કુઅોઅે અા વર્ષે અાઈફોન 7e અંગે સાચું અનુમાન લગાવ્યું હતું.

નવા અાઈફોનમાં શ્રેષ્ઠ બાયોમેટ્રિક સિક્યોરિટી હશે. તે ચહેરાને અોળખી લેશે તેથી ફિંગરપ્રિન્ટ લીડરની તુલનામાં તેની સિક્યોરિટી તોડવી વધુ મુશ્કેલ બનશે. ઇન્ફ્રારેડ કેમેરાના કારણે અંધારામાં પણ તે ચહેરાને અોળખી લેશે. માઈક્રોસોફ્ટે સરફેસ ટેબ્લેટમાં ઇન્ફ્રારેડ કેમેરાનો ઉપયોગ કર્યો છે. તે ચહેરાની થ્રીડી ઇમેજ લેશે. મતલબ કે તમારા ફોટોથી ફોન નહીં ખૂલે.

અાઈફોન 7sમાં હેડફોનનો જેક પણ નહીં હોય. તેમાં વાયરલેસ ચાર્જિંગની પણ ફેસિલિટી હશે. વાયરલેસ ચાર્જિંગ હાલમાં ઘણા સ્માર્ટફોનમાં છે પરંતુ કસ્ટમર્સે તેને અોછું પસંદ કરે છે. સ્ક્રીનમાં એમોલ્ડ ટેકનોલોજી હશે. સેમસંગ વર્ષોથી તેનો ઉપયોગ કરે છે. એમોલ્ડ સ્ક્રીનમાં બેટરી અોછી ખર્ચાય છે.

You might also like