હવે કરિયાણાની દુકાન પર પણ પાંચ કિલોનું LPG સિલિન્ડર મળશે

જબલપુર: પાંચ કિલોના રાંધણગેસ અપ્પુ સિલિન્ડરનું વેચાણ વધારવા માટે હવે એલપીજી કંપનીઓ આ સિલિન્ડર કરિયાણાના સ્ટોર, સુપર માર્કેટમાં પણ વેચશે. અત્યાર સુધીમાં તેનું વેચાણ માત્ર ગેસ એજન્સી દ્વારા થતું હતું. ઘરેલુ રાંધણગેસ સિલિન્ડરમાં ૧૪.૨ કિલો રાંધણગેસ હોય છે.

વાદળી રંગના પ્રોફેશનલ સિલિન્ડરમાં ૧૧ કિલો ગેસ હોય છે, જ્યારે આ બંને વચ્ચે પાંચ કિલોના સિલિન્ડરની પણ શરૂઆત કરવામાં આવી છે, જેને અપ્પુ સિલિન્ડર નામ આપવામાં આવ્યું છે. આ સિલિન્ડર એવા લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું હતું, જેઓ ઓછા પ્રમાણમાં ગેસની વપરાશ કરે છે, જેમાં મુખ્યત્વે પ્રોફેશનલ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

તેમના માટે ૧૪.૨ કિલોનું સિલિન્ડર ખરીદવાનું મોંઘું પડે છે અને તે માટે અન્ય ઘણી પ્રોસિજર પણ કરવી પડે છે, જ્યારે અપ્પુ સિલિન્ડર માત્ર આઈડી બતાવવા પર મળી જાય છે. આ સિલિન્ડર લોન્ચ થયાને એક વર્ષ થવા છતાં હજુ તેની બહુ ડિમાન્ડ નથી. આથી એલપીજી કંપનીઓએ તેનું વેચાણ વધારવા હવે કરિયાણાની દુકાનો તેમજ સુપર માર્કેટમાં ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે. પાંચ કિલોના રાંધણગેસ સિલિન્ડરને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ યોજના હવે કરિયાણા સ્ટોર સુધી લઈ જવાશે. પેટ્રોલ પંપ પર તેનું વેચાણ કરવામાં આવે છે.

You might also like