બજાર ખૂલ્યુઃ ગણતરીની સેંકડોમાં રોકાણકારોના ૫.૪૩ લાખ કરોડ સ્વાહા

અમદાવાદ: ભારતીય શેરબજારમાં આજનો દિવસ અમંગલકારી સાબિત થયો હતો. રોકાણકારોની સંપત્તિ આજે શરૂઆતે બજાર ખૂલતાં જ પ.૪૦ લાખ કરોડ ડૂબી ગઇ હતી. આજે પણ અમેરિકા સહિત એશિયાનાં તમામ શેરબજાર કડડભૂસ થઇ જતાં ભારતીય શેરબજાર પણ ધડાકાભેર તૂટયું હતું. સેન્સેકસમાં ૧ર૨૨ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૩૩,૫૩૫ના સ્તરે પહોંચી ગયો હતો, જોકે ત્યાર બાદ નીચલા સ્તરેથી સાધારણ રિકવરી જોવા મળી હતી.

તમામ સેકટોરિયલ ઇન્ડેકસ રેડ ઝોનમાં ખૂલ્યા હતા. મેટલ, કન્ઝયુમર ડયૂરેબલ્સ અને રિયલ્ટી સેકટરના શેરમાં ભારે વેચવાલી જોવાતાં આ ઇન્ડેકસ ૪ ટકાથી ૪.૮પ ટકા તૂટયો હતો. એ જ પ્રમાણે બેન્ક, ઓટો પાવર, કેપિટલ ગુડ્ઝ અને ફાર્માસ્યુટિકલ ઇન્ડેકસમાં ત્રણ ટકાનો ઘટાડો જોવાયો હતો. બીએસઇ પર ૧૦૮૪ કંપનીના શેર ટ્રેડિંગમાં જોવા મળ્યા હતા, જોકે તેમાંથી ૧૩૭પ કંપનીના શેર રેડ ઝોનમાં ખૂલ્યા હતા. જ્યારે માત્ર ૭૪ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી.

આજે શરૂઆતે મિડકેપ અને સ્મોલકેપ સેકટરના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ ઇન્ડેકસમાં ૪.પ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઇન્ડેકસ શરૂઆતે ૪.રપ ટકા તૂટયો હતો.

દિગ્ગજ ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, ઇન્ડિયા બુલ હાઉસિંગ, વેદાંતા, આઇસીઆઇસીઆઇ બેન્ક, યસ બેન્કના શેરમાં ૩થી ૭ ટકાનાં મોટાં ગાબડાં પડયાં હતાં, જોકે આટલી ઘટાડા વચ્ચે પણ ‌રેલિગેર એન્ટરપ્રાઇઝ, સોનાટા, ઓઇલ ઇન્ડિયા કંપનીના શેરમાં ચાર ટકાનો સુધારો જોવા મળ્યો હતો. મિડકેપ સેકટરના શેર જેવા કે અદાણી પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, જિંદાલ સ્ટીલ કંપનીના શેરમાં ૬થ‌ી ૮ ટકાનો કડાકો બોલી ગયો હતો.

એ જ પ્રમાણેે સ્મોલકેપ સેકટરના શેર જેવા કે સાગર સિમેન્ટ, સંગમ ઇન્ડિયા, જેબીએમ ઓટો કંપનીના શેરમાં પાંચથી સાત ટકાનો ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે શેરબજાર ધડાકાભેર તૂટી પડતાં રોકાણકારોની સંપત્તિ પણ ધોવાઇ ગઇ હતી. આજે શરૂઆતે જ સેન્સેકસમાં ૧ર૦૦ પોઇન્ટનો કડાકો જોવાતાં રોકાણકારોની સંપત્તિ પ.૪૩ લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે છેલ્લે બીએસઇ માર્કેટકેપ ૧,૪૭,૯પ,૭૪૭ કરોડ રૂપિયાની હતી.

divyesh

Share
Published by
divyesh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

1 day ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

1 day ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 day ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 day ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 day ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

1 day ago