રોકાણકાર વેઈટ એન્ડ વોચના મૂડમાંઃ ઓટો સેલ્સ ડેટા FOMCની બેઠક બજાર માટે મહત્ત્વની

ગઇ કાલે છેલ્લે દિવસના અંતે બીએસઇ સેન્સેક્સ ૧૧૧.૩૪ પોઇન્ટના ઘટાડે ૨૯,૯૧૮.૪૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૮.૧૦ પોઇન્ટના ઘટાડે ૯,૩૦૪.૦૫ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. છેલ્લે નિફ્ટી ૯,૩૦૦ પોઇન્ટની ઉપર બંધ આવી છે તે એક સારી નિશાની છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૧.૮૮ ટકા, જ્યારે નિફ્ટીમાં ૨.૦૨ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો છે. વૈશ્વિક શેરબજારોના સપોર્ટે સપ્તાહની શરૂઆતે ઉછાળો નોંધાયો હતો, જોકે પાછળથી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સપ્તાહ દરમિયાન જે અંડરપર્ફોર્મ સેક્ટર હતાં તે બોટમ આઉટ થઇ ગયાં છે. ખાસ કરીને ઇન્ફ્રા સેક્ટર અને જાહેર ક્ષેત્રનાં એકમોમાં સુધારાની ચાલ નોંધાઇ છે. બજાર જે રીતે વધ્યું છે તે જોતાં રોકાણકાર હવે વેઇટ એન્ડ વોચના મૂડમાં છે.

સ્થાનિક લેવલે શેરબજારને અસર કરે તેવાં નેગેટિવ પરિબળોનો અભાવ છે, પરંતુ વૈશ્વિક મોરચે ઉત્તર કોરિયાને લઇને હજુ પણ ચિંતા પ્રવર્તી રહી છે. માહોલ જોતાં ગમે ત્યારે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે છમકલું થઇ જવાની ભીતિ છે અને તેની વૈશ્વિક અને સ્થાનિક શેરબજાર ઉપર પણ અસર પીડ શકે છે. આગામી મંગળવા અને બુધવાર એમ બે દિવસ એફઓએમસીની બેઠક છે. એ જ પ્રમાણે એપ્રિલ મહિનાના સેલ્સ ડેટા પણ આવનાર છે. બજારની નજર તેના ઉપર મંડાયેલી રહેશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે નિફ્ટી નીચે ૯,૨૭૦-૯,૨૫૦, જ્યારે ઉપરમાં ૯,૩૨૦-૯,૩૪૫ની રેન્જમાં જોવાઇ શકે છે.

આગામી સપ્તાહે કઈ કંપનીનાં પરિણામ આવશે
આગામી સપ્તાહે સોમવારે ડાબર, ડીસીએમ, શ્રીરામ, ભારત ફાઇનાન્શિયલ કંપનીનાં પરિણામ આવશે, જ્યારે મંગળવારે જે.એમ. ફાઇનાન્શિયલ, મેરિકો, આરબીએલ બેન્ક, શ્રીરામ એસેટ મેનેજમેન્ટ, ટીસીઆઇ ફાઇનાન્સ, શ્રીરામ સિટી યુનિયન ફાઇનાન્સ, બુધવારે અજન્ટા ફાર્મા, એલેમ્બિક ફાર્મા, એગ્રો ટેક ફૂડ્સ, ડીએચએફએલ, આઇસીઆઇસીઆઇ બેન્ક, કાયા લિ., કે.પી.આર. મિલ, એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસીસ, માર્ક, શાંતિ ગિયર, સુંદરમ્-ક્લેટોન, ટીબીઝેડ, વી.માર્ટ અને ઝંડુ રિયલ્ટી કંપનીનાં પરિણામ આવશે. ગુરુવારે બીએએસએફ ઇન્ડિયા, સેરા, ઇસ્ટર્ન થ્રેડ્સ, ઇમામી, ગોદરેજ પ્રોપર્ટી, એચડીએફસી, એલ એન્ડ ટી ફાઇનાન્સ હોલ્ડિંગ, લાર્સન એન્ડ ટુબ્રો ઇન્ફોટેક, મહારાષ્ટ્ર બેન્ક, એમસીએક્સ, એમઆરએફ, ટાટા કોમ્યુ., જ્યારે શુક્રવારે અતુલ, મફતલાલ ઇન્ડસ્ટ્રીઝ, મોન્ટોન્ટો, એનજીએલ ફાઇન કેમ., એનઆઇઆઇટી ટેક્નો., રેઇન ઇન્ડ., શોપર્સ સ્ટોપ, સન ફાર્મા રિસર્ચ કંપની, શંકરા બિલ્ડિંગ પ્રોડક્ટ્સ, વિસાકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીનાં પરિણામ આવશે.
http://sambhaavnews.com/

You might also like