રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૯૪ હજાર કરોડનો ઉમેરો

અમદાવાદ: શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીની ચાલ નોંધાતી જોવા મળી છે. સેન્સેક્સમાં ૨૩૬ પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે, જ્યારે પાછલા સપ્તાહની સરખામણીએ આજે શરૂઆતે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૯૪ હજાર કરોડનો ઉમેરો થયો છે અને બીએસઇની માર્કેટ કેપ વધીને રૂ. ૧,૩૯,૧૪,૭૨૧ કરોડની સપાટીએ પહોંચી ગઈ છે.

નોંધનીય છે કે પાછલા સપ્તાહે છેલ્લે બીએસઇની માર્કેટ કેપ ૧,૩૮,૧૯,૮૦૫ કરોડની સપાટીએ જોવાઇ હતી. શેરબજારમાં જોવા મળેલા ઉછાળાના કારણે માર્કેટ કેપમાં પણ સુધારો નોંધાયો હતો.

You might also like