રોકાણકારોને બોગસ જાહેરાતો સામે ચેતવણી

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રોકાણકારોને છેતરામણી અને લોભામણી કે ખોટા દાવાઓ કરતી જાહેરાતો સામે ચેતવ્યા છે. આરબીઆઇએ ભારપૂર્વક કહ્યું છે કે રોકાણકારો રોકાણ કરતાં પહેલાં તથ્યને પૂરેપૂરી રીતે તપાસ કર્યા પછી જ નિર્ણય લે. નોંધનીય છે કે  છેલ્લા કેટલાક સમયથી આવી લોભામણી જાહેરાતોની સંખ્યા સતત વધી રહી છે, જેને લઇને આરબીઆઇએ રોકાણકારોને ચેતવણી આપી છે.

આરબીઆઇના જણાવ્યા પ્રમાણે આવી જાહેરાતો રોકાણકારોને ઝડપથી ઊંચું રિટર્ન આપવાનો વાયદો કરે છે તથા લોકો આવી જાહેરાતોથી લલચાઇ જતા હોય છે, એટલું જ નહીં છેવટે રોકાણકારને પોતાની મૂડી ગુમાવવાનો પણ વારો આવે છે. આરબીઆઇએ આ પ્રકારના ૨૦૦ કેસ નોંધ્યા છે, જેમાં કંપનીઓએ રોકાણકારોને ગેરમાર્ગે દોરી છેવટે નાણાં ઓળવી લીધાં હોય.

આરબીઆઇના કહેવા પ્રમાણે આવી ગેરકાયદે કંપનીઓને સેબી અને આરબીઆઇની મંજૂરી હોતી નથી. છેતરામણી જાહેરાતો આપીને કંપનીઓ રોકાણકારો પાસેથી નાણાં મેળવે છે. પાછળથી આ નાણાં આ કંપનીઓ ઓળવી લે છે.

You might also like