એક વર્ષમાં આઈટી, ઓટો અને સર્વિસ સેક્ટરમાં મોટું રોકાણ

મુંબઇ: દેશમાં ઓક્ટોબર ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૫ના સમયગાળા દરમિયાન ૩૨.૮૭ અબજ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. આ એક વર્ષના સમયગાળામાં કમ્પ્યૂટર સોફ્ટવેર હાર્ડવેર, સર્વિસ, ઓટોમોબાઇલ, કેમિકલ્સ, પાવર, ફાર્માસ્યુટિકલ અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મોટા પ્રમાણમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. તો બીજી બાજુ ડિફેન્સ અને રેલવેના પાર્ટ્સ સંબંધિત ઉદ્યોગમાં ખૂબ જ ઓછું રોકાણ આવ્યું છે.

સરકારના કોમર્સ અને ઉદ્યોગ વિભાગના જણાવ્યા પ્રમાણે મેઇક ઇન ઇન્ડિયાના અભિયાનને વિદેશી રોકાણકારો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.

સરકારે પાછલા એક વર્ષમાં વિદેશી રોકાણ આવે તે માટે મોટા પ્રમાણમાં આર્થિક સુધારા કર્યા છે અને તેના કારણે કમ્પ્યૂટર સોફ્ટવેર હાર્ડવેર, સર્વિસ, ઓટોમોબાઇલ સેક્ટરમાં મોટાં પ્રમાણમાં વિદેશી રોકાણ આવ્યું છે.

You might also like