8,999 રૂપિયામાં લોન્ચ થયો ફિંગરપ્રિંટ સેંસરવાળો સ્માર્ટફોન Aqua View

નવી દિલ્હી: સ્વદેશી કંપની ઇન્ટેક્સે ઓછા ભાવમાં વધુ ખાસિયતોવાળો સ્માર્ટફોન Aqua View લોન્ચ કર્યો છે. તેની કિંમત 8,999 રૂપિયા છે અન તેનું વેચાણ ઓફલાઇન સ્ટોરના માધ્યમથી કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ કંપનીનો પહેલો સ્માર્ટફોન છે જેની સાથે વર્ચુઅલ રિયલિટી કાર્ડબોર્ડ Eylet આપવામાં આવી રહ્યું છે.

આ ફોનમાં એક કાર્ડબોર્ડ એપ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ VR ગૂગલ કાર્ડબોર્ડ 2 બેસ્ડ છે અને તેના VR Viewer ગૂગલ સર્ટિફાઇડ પણ છે. આ આઇલેટ કાર્ડબોર્ડ 6 ઇંચના કોઇપણ સ્માર્ટફોન સાથે કામ કરશે જેમાં ગિયરોસ્કોપ અને એક્સેરોમીટર સેંસર આપવામાં આવ્યા છે.

5 ઇંચની એચડી સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓએસની સાથે ફિંગરપ્રિંટ સ્કેનર પણ આપવામાં આવ્યું છે. તેમાં 1GHz ક્વોડકોર મીડિયાટેક પ્રોસેસરની સાથે 2GB રેમ અને 16GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેની મેમરીને વધારીને 32GB સુધી કરી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેમાં 8 મેગાપિક્સલ રિયર ઓટોફોકસ કેમેરો અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G અને VoLTE સહિત વાઇફાઇ, બ્લ્યૂટૂથ, જીપીએસ અને માઇક્રો યૂએસબી કનેક્ટર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. તેની બેટરી 2,200mAhની છે.

You might also like