6,499 રૂપિયામાં લોન્ચ થયો ફિંગરપ્રિંટ સ્કેનરવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: સ્વદેશી કંપની ઇંટેક્સ આમ તો એક પછી એક નવા ફોન લોન્ચ કરે છે. પરંતુ આ વખતે 6,499 રૂપિયામાં એક ફિંગરપ્રિંટ સ્કેનરવાળો સ્માર્ટફોન Aqua Secure લોન્ચ કર્યો છે. તેને રિટેલ સ્ટોર અને ઇ-કોમર્સ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

મેટ ફિનિશવાળા આ સ્માર્ટફોનમાં 4.5 ઇંચની સ્ક્રીનની સાથે 1GHz ક્વાડકોર મીડિયાટેક પ્રોસેસર, 1GB રેમ અને 8GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્ય્મમથી તેને વધારીને 32GB સુધી કરી શકાય છે.

તમને જણાવી દઇએ કે આ Aqua સીરીઝનો પ્રથમ સ્માર્ટફોન છે જેમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે. તેમાં કનેક્ટિવિટી માટે 4G LTE સહિત VoLTE, વાઇફાઇ, બ્લૂટૂથ, એનએફસી સપોર્ટ અને માઈક્રો યૂએસબી કનેક્ટર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

આ ડુઅલ સિમ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ પર કામ કરે છે અને તેમાં ડુઅલ એલઈડી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલ રિયર કેમેરો આપવમાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ ફોનની બેટરી 1,900mAhની છે અને તેમાં મીડિયાટેકનું એનએસી ફિચર આપવામાં આવ્યું છે. તેના માધ્યમથી બે સ્માર્ટફોનને પાસે લાવીને ફોટોજ, વીડિયોજ, અને ફિલ્મો મોકલી શકાય છે.

You might also like