ઇન્ટેક્સે લોન્ચ કર્યો માત્ર 5 હજારવાળો ફોન : જાણો શું છે ખાસિયતો

નવી દિલ્હી: સ્વદેશી કંપની ઇન્ટેક્સે ફરતા કેમેરાની સાથે 5,199 રૂપિયામાં બજેટ સ્માર્ટફોન Aqua Twist લોન્ચ કર્યો છે. હાલમાં આ ફોન કંપનીની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે, પરંતુ ક્યારે મળશે તેની કોઇ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી. આશા છે કે આ ફોન જલ્દી બજારમાં આવશે.

આ ફોનની ખાસિયત છે કે  તેમાં ડ્યૂલ એલઇડીની સાથે આપવામાં આવેલો 5 મેગાપિક્સલનો ફરતો કેમેરો છે.  કેમેરાની મદદથી રિયર ફોટો સિવાય તેને ફરતો કરીને  સેલ્ફી કેમેરાની જેમ પણ વાપરી શકાય છે. આ ડ્યૂલ સિમ સ્માર્ટફોનમાં 1GB રેમ સાથે 1.3GHzનો ક્વાડકોર MediaTek પ્રોસેસર આપવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ પર ચાલવા વાળા આ ફોનમાં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, તેમાં 8GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે પરંતુ માઇક્રો એસડી કાર્ડની મદદથી 32GB સુધીની મેમરી વધારી શકાય છે.

તેમાં કનેક્ટીવિટીના માટે સ્ટાન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે તેમજ 3Gની સાથે WiFi 802, માઇક્રો યૂએસબી 2.0, જીપીએસ અને બ્લૂટૂથ 4.0 પણ છે. આ ફોનની બેટરી 2200 mAhની છે અને કંપનીના કહેવા પ્રમાણે આ ફોન 18 કલાકની ટોકટાઇમ બેકઅપ આપશે.

You might also like