3,999 રૂપિયામાં લોન્ચ થયો 4G અને માર્શમૈલોવાળો સ્માર્ટફોન

નવી દિલ્હી: સ્વદેશી કંપની ઇટેક્સે 4G કનેક્ટિવિટીવાળો બજેટ સ્માર્ટફોન Cloud Glory લોન્ચ કર્યો છે. તેની કિંમત 3,999 રૂપિયા છે અને તેને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. તેમાં એફએમ આપવામાં આવ્યું છે અને તેને બ્લેક અને વ્હાઇટ કલરમાં ખરીદી શકાય છે.

4.5 ઇંચ VGA સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 6.0 માર્શમૈલો આપવામાં આવ્યું છે જે તેની સૌથી મોટી ખાસિયત છે. તેમાં બે 4G સિમ લગાવી શકાય છે અને તેમાં 64 બિટ 1GHz ક્વાડકોર પ્રોસેસરની સાથે 1GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 8GBની છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 32GB સુધી કરી શકાય છે.

બેસિક ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલ રિયર અને અને 2 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવમાં આવ્યો છે. તેમાં 1,800 mAhની બેટરી છે અને કંપનીનો દાવો છે કે આ 7 કલાકનો ટોકટાઇમ અને 270 કલાકની સ્ટેડબાય બેકઅપ આપશે.

કનેક્ટિવિટી માટે તેમાં 4G સહિત જીપીઆરએસ, એજ, 3G, જીપીએસ, માઇક્રો યૂએસબી અને વાઇફાઇ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

You might also like