5 ઇંચ HD વાળો ઇન્ટેક્સ એક્વા લાયન્સ 3G લોન્ચ

ઇન્ટેક્સ ટેકનોલોજીએ સ્માર્ટફોનની નવી સિરીઝ લોન્ચ કરી છે. સોમવારે કંપનીએ ‘લાયનસ’ નામની આ સિરીઝનો પહેલો સ્માર્ટફોન ‘એક્વા લાયન્સ 3G’ લન્ચ કર્યો છે. આ એક બજેટ સ્માર્ટફોન છે અને કંપનીનું કહેવું છે કે આને આઇપીએલ પસંદ કરનારાઓ માટે બજારમાં લાવવામાં આવ્યો છે. આ સિરીઝનું નામ ઇન્ટેક્સએ પોતાની આઇપીએલ ટીમ ગુજરાત લાયન્સ નામ પર રાખ્યું છે.

ડિસ્પ્લે અને OS
ઇન્ટેક્સ એક્વા લાયન્સ 3G એક ડ્યૂલ સિમ સ્માર્ટફોન છે. જે એન્ડ્રોઇડ 5.1 લોલિપોપ રન કરે છે. આ ફોનમાં 5 ઇંચની એચડી ડિસ્પ્લે લગાવવામાં આવી છે, જેનું રિઝોલ્યૂશન 720×1280 પિક્સલ છે.

પ્રોસસર અને મેમરી
આ સ્માર્ટફોનમાં 1.2 GHzનું ક્વોડ કર પ્રોસેસર લગાડવામાં આવ્યું છે. રેમ 1 જીબી છે અને ઇન્ટરનલ મેમરી 8 જીબી છે. મેમરીને માઇક્રોએસડી કાર્ડથી 32 જીબી સુધી વધારી શકાય છે.

કેમેરો
આ સ્માર્ટફોનન બેક કેમેરો 5 મેગાપિક્સર છે. જેની સાથે એલઇડી ફ્લેશ આપવામાં આવી છે. આનો આગળન કેમેરો 2 મેગાપિક્સલ છે.

બેટરી
આ સ્માર્ટફોનની ખઆસ વાત એ છે કે આમાં 3500 mAhની લિથીયમ પોલિટર બેટરી લગાડવામાં આવી છે. કંપનીનો દાવો છે કે આ 6 થી 8 કલાકનો ટોકટાઇમ અને 20 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. આમાં બેટરી સેવર મોડ પણ છે, જે બેટરી લાઇફ 50 ટકા સુધી વધારી દે છે.

કનેક્ટિવિટી
કનેક્ટિવિટીની વાત કરીએ તો આ 3G, વાઇ ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને માઇક્રો યૂએસબી સર્પોટ કરે છે.

કીંમત
145×71.5×9.5mm ડાયમેન્શન્સ વાળા ઇન્ટેક્સ એક્વા લાયન્સ 3Gનું વજન 172 ગ્રામ છે. ગોલ્ડ અને ગ્રે વેરિએન્ટમાં લોન્ચ થયેલા આ સ્માર્ટફોનની કિંમત કંપનીએ 4,990 રૂપિયા રાખી છે.

You might also like