Categories: Entertainment

ગ્લેમરથી દર્શકોનું ધ્યાન ખેંચાય છે

‘બાર બાર દેખો’ ને કેવી રીતે જુએ છે?
આ એક એક્સ્ટ્રીમ લવસ્ટોરી છે. આ કહાની આઠ વર્ષથી ૬૦ વર્ષની ઉંમર સુધીની વ્યક્તિ સાથે જોડાયેલી છે. અમે દર્શકોને એ અહેસાસ કરાવીએ છીએ કે ઉંમરના દરેક પડાવે કેવી ભાવના હોય છે અને પ્રેમમાં કેવો બદલાવ આવે છે. તમે ૧૬ વર્ષના હોવ ત્યારે લગ્ન કરો ત્યારે, બાળકો થયા પછી સંબંધોમાં કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે એ અંગેની વાત ફિલ્મમાં વણી લેવાઈ છે.

બોલિવૂડમાં તેં સિનિયર-જુનિયર એક્ટર્સ સાથે કામ કર્યું છે, તો બંને વચ્ચે તફાવત અનુભવે છે?
મેં એવા કેટલાય એક્ટર્સ સાથે કામ કર્યું છે, જે મારી ઉંમરના હોય. સિદ્ધાર્થ મારા આવ્યાનાં ઘણાં વર્ષો પછી ઈન્ડસ્ટ્રીમાં આવ્યો છે. હા, મેં મારી કારકિર્દીમાં કેટલાંક સિનિયર્સ સાથે કામ ચોક્કસ કર્યું છે, પરંતુ ઈમરાન ખાન, જ્હોન અબ્રાહમ, આદિત્ય રોય કપૂર વગેરે હીરો સાથે કામ કરવામાં મને ઘણી મજા આવી. આ બધામાં કામ કરવાનું એક પ્રકારનું ઝનૂન અને કામ પ્રત્યેની લગન જોવા મળે છે. એ બધા ખૂબ જ ટેલેન્ટેડ પણ છે. જ્યાં સુધી તફાવતની વાત છે, તો બધા જ એક્ટર્સ કામ પ્રત્યે સમર્પિત છે.

ફિલ્મોની પસંદગી કયા આધારે કરે છે?
મને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ પડવી જોઈએ. જો તે મને પસંદ આવશે તો દર્શકોને ચોક્કસ પસંદ આવશે. મને લાગે છે કે ફિલ્મમાં મારો રોલ એવો હોવો જોઈએ જેની સાથે હું ડાયરેક્ટ કનેક્ટ કરી શકુંં. ‘બાર બાર દેખો’ની દીયાની વાત કરું તો મને લાગે છે કે દરેક યુવતીને લાગશે કે તેની ઈમોશનલ સફર આવી જ હોય છે. દરેક યુવતી આ ફિલ્મ સાથે કનેક્ટ કરી શકશે અને એ જ આ ફિલ્મની ખાસિયત છે.

ફિલ્મના પ્રમોશન માટે ગીત અને ગ્લેમરનો ઉપયોગ થતો હોય તેમ માને છે?
ગ્લેમર લોકોને ધ્યાનાકર્ષિત કરે છે. તેનાથી પ્રમોશનમાં મદદ મળે છે. ટ્રેલર માત્ર થોડીક મિનિટનું હોય છે, જેમાં દર્શકોનું ધ્યાન ખેંચવા આવા શોટ્સ નાખવા પડે છે. જોકે તેના આધારે ફિલ્મ ચાલી શકે નહીં. દર્શકો ફિલ્મની વાર્તા અને એક્ટિંગ પણ ધ્યાને લે છે. હું માનું છું કે હિટ ગીતો કારકિર્દી ઉજ્જવળ બનાવવામાં મદદ કરે છે. ગીતો હિટ થાય તો ફિલ્મ પણ હિટ થાય તેવું મનાય છે. ગીતો ફિલ્મનો ભાગ હોવાથી તેને ન અવગણાય.

બોલિવૂડમાં તારી મુસાફરીને કઈ રીતે જુએ છે?
હું નસીબમાં માનું છુંં. મને લાગે છે કે જે કામ મળે તેમાં બેસ્ટ પરફોર્મ કરવું જોઈએ અને મેં અત્યાર સુધીની મારી ફિલ્મોમાં ખૂબ જ મહેનત કરી છે. તમારી હરીફાઈ ખુદ તમારી સાથે જ હોવી જોઈએ, કોઈ બીજા સાથે નહીં.

કોઈ ફિલ્મ ફ્લોપ જાય તો દુઃખ થાય છે?
જો તમારી ફિલ્મ ન ચાલે તો એમ સમજવું કે તે તમે દર્શકો સાથે કનેક્ટ નથી થઈ શક્યા. કેટલીક ફિલ્મો નથી ચાલતી ત્યારે લોકો કહે છે કે આ ફિલ્મ સિરિયસ હતી કે પછી ઈમોશનલ હતી. હું માનું છું કે ફિલ્મ બે પ્રકારની હોય છે, એક હિટ અને બીજી ફ્લોપ. હિટ ફિલ્મો સાથે દર્શકો જોડાઈ શકે છે, ફ્લોપ ફિલ્મો સાથે નહીં.

ઘણા સમય સુધી દૂર રહ્યા પછી સોશિયલ મીડિયામાં જોડાવાનું ખાસ કારણ?
મને લાગ્યું કે હવે મારી પાસે એક પ્લેટફોર્મ હોવું જોઈએ, જ્યાં હું મારી વાત મારા ફેન્સ અને દર્શકો સુધી પહોંચાડી શકુંં. આમ ન કરીએ તો ઘણી વાર મીડિયામાં ફેલાયેલી ખબરો પર જ લોકો ચર્ચા કરવા લાગે છે. મારા ફેન્સ સાથે સીધા સંપર્કમાં રહેવાનું મને યોગ્ય જણાયું એટલે હવે હું ફેસબુક પર આવી છુંં.

ધર્મા પ્રોડક્શન સાથે વધુ એક ફિલ્મ કરી રહી છે?
એ ફિલ્મની હજુ સુધી કોઈ જાહેરાત નથી થઈ. હજુ વાત જ ચાલી રહી છે. કરણ જોહર સાથે કામ કરવાનું મને હંમેશાં સારું લાગે છે. તેના વિચારો ખૂબ જ ઊંચા અને નવા હોય છે. તે મારા સારા મિત્ર પણ છે અને અમારી વચ્ચે બોન્ડિંગ સારું છે.

Krupa

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

1 day ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

1 day ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

1 day ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

1 day ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

1 day ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

1 day ago