ઓપન રિલેશનમાં રહેવું યોગ્ય છે

‘રૃસ્તમ’ વખણાઈ રહી છે. તું આ ફિલ્મ સાથે જોડાઈને કેવું અનુભવે છે?
આ ફિલ્મની વાર્તા જોતા તે તરત જ મને પસંદ આવી ગઈ હતી. સામાન્ય રીતે હું કોઈ પણ ફિલ્મની કહાની જોઈને નિર્ણય કરવામાં થોડોક સમય લઉં છું. જોકે કોઈ ફિલ્મની કહાની જોઈને મેં તે કરવા માટે તરત જ હા કહી હોય તેવી
આ મારી પહેલી ફિલ્મ હશે.

અક્ષય સાથે કામ કરતી વખતે નર્વસ થઈ હતી?
આ ફિલ્મમાં મારી ભૂમિકા નિભાવવામાં હું અક્ષય સાથે ઘણી નર્વસ હતી, કારણ કે ફિલ્મમાં ભાવનાત્મક દૃશ્યો આવે છે અને મારો સ્વભાવ પણ ખૂબ જ ભાવુક છે. જોકે અક્ષય સાથે આવા સીન ભજવવા મને સારા લાગ્યા. તેને કારણે જ મારું
પરફોર્મન્સ પણ વધ્યું છે.

ફિલ્મમાં દર્શાવ્યા મુજબના અફેર્સની સ્વીકૃતિ ભારતીય સમાજમાં માન્ય નથી? આ બાબતે શું કહે છે?એ સાચું છે કે ઘણી ફિલ્મોમાં હીરોનું અફેર હોય તો હિરોઈન તેને સ્વીકૃત ગણે તેવું દર્શાવાય છે. આપણા સમાજમાં પણ એવા ઘણાં લોકો છે કે જેઓ માને છે કે મહિલાઓ આવી બાબતે તેમને માફ કરી શકે છે. મેં એવી મહિલાઓ પણ જોઈ છે કે આસાનીથી કુશળ વ્યવહાર કરી શકે છે. મને લાગે છે કે આખી જિંદગી એક જ વ્યક્તિ સાથે રહેવું એ દરેક માટે જરૃરી નથી. ભૂલો કરવી અને લડવું એ હ્યુમન નેચર છે. મારો મત છે કે લગ્નબંધન પછી લડાઈ કરીને શો ફાયદો? એના કરતાં ઓપન રિલેશનમાં રહેવું સારું. જોકે પોતાના પાર્ટનરને બીજા સાથે શેર કરનારને હું ક્યારેય ન ચલાવી લઉં. હું ખૂબ જ પઝેસિવ વુમન છું.

રણબીર, વરુણ અને હવે અક્ષય સાથે કામ કરવામાં સુખદ અનુભવ કયો રહ્યો?
આ ત્રણેય અભિનેતા સાથે કામ કરવામાં જુદો જુદો અનુભવ રહ્યો છે. રણબીર સાથે એક પ્રેમભરી લવસ્ટોરી ‘બરફી’ કરી હતી. વરુણ સાથેની મારી ફિલ્મ ફન આધારિત હતી. મને લાગે છે કે જે પ્રકારની ફિલ્મ કરીએ તે પ્રકારનું રિફ્લેક્શન સંબંધો પર ઉપસી આવે છે, કારણ કે આપણે સેટ પર ઘણો બધો સમય તેની સાથે વિતાવીએ છીએ. અક્ષય સાથેની ફિલ્મમાં એક ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે જેમાં એક કપલ વચ્ચેનો પ્યાર દર્શાવાયો છે. મારી કેમેસ્ટ્રી અક્ષય સાથે જામે છે અને અમે અમારા કેરેક્ટરમાં એવાં ઓતપ્રોત હતાં કે એક સમયે રિયલ હસબન્ડ-વાઈફ હોઈએ તેવો જ આભાસ થતો હતો.

અક્ષય સાથે વહેલી સવારે કામ કરવાની મજા આવી?
વહેલી સવારે પાંચ વાગ્યે સેટ પર પહોંચવાનું હોવાથી વહેલા ઊઠી જવું પડતું હતું. જોકે રાત્રે વહેલા પેકઅપ થતું હોવાથી ઘણો સમય મળતો હતો. હું મોર્નિંગ પર્સન નથી, પરંતુ મને વહેલી સવારની શાંતિ ખૂબ જ પસંદ છે. સેટ પર વહેલી સવારે હું ને અક્ષય ઘણી વાર સાથે કોફી પીતાં હતાં.

બીકિની પહેરવાના ઈનકાર પછી મેગેઝિન શૂટ ને ફિલ્મો માટે નિર્ણય કેમ બદલ્યો?
તે વખતે મારું શરીર ખૂબ જ પાતળું હતુંં. જોકે હવે મને લાગે છે કે મારો એ વિચાર ખોટો હતો. કેટલાંકને હજુ પણ મારું બોડી પસંદ નહીં આવતું હોય, પરંતુ મને મારા બોડી પર કોન્ફિડન્સ છે. મને જે યોગ્ય લાગે તે હું કરું છું. કેટલીક વાર મારા ફોટોને ફોટોશોપ્ડ કરી દેવાય છે તે મને પસંદ નથી.

પરફેક્ટ લુક માટે સર્જરી કરાવવામાં માને છે?
દરેકની મરજી જુદી હોય છે. તમારે કેવું બોડી જોઈએ છે તેનો નિર્ણય જાતે જ કરવાનો હોય છે. બીજાની પસંદ માટે આમ ન કરવું જોઈએ. હું અંગત રીતે તેમાં વિશ્વાસ નથી કરતી. હું જેવી છું તેવી જ સારી અને ખુશ છું.

હવે આગામી ફિલ્મ ‘બાદશાહો’ કરી રહી છે?
મિલન લુથરિયાએ તેમની આ ફિલ્મ અંગે અગાઉ જ ટ્વીટ કરી દીધું હતું જેથી હું ખુશ છું કે હવે હું તેમની સાથે કામ કરી રહી છું. તેઓ ‘રૃસ્તમ’ના સેટ પર અક્ષયને મળવા આવ્યા ત્યારે હું તેમને મળી હતી. અડધો કલાકની એ મુલાકાત
દરમિયાન તેમણે મારા કામને વખાણ્યું હતું અને જણાવ્યું હતું કે આપણે સાથે કામ કરી શકીએ તેમ છીએ. ત્રણ માસ બાદ તેમણે મને ફોન કરીને ફિલ્મમાં રોલ ઓફર કર્યો હતો.

હિના કુમાવત

You might also like