મસૂદ અઝહરની વિરૂદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ

728_90

નવી દિલ્હી : પઠાણકોટ આતંકવાદી હૂમલાનો માસ્ટર માઇન્ડ અને જેશ એ મોહમ્મદનાં સર્વેસર્વા અઝહરની વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. ઇન્ટરપોલે મસૂદ અઝહરનાં ભાઇ રઉફ અને મુખ્ય હેન્ડલર કાશિફ જોનની વિરુદ્ધ પણ નોટિસ બહાર પાડી છે. મસૂદ અઝહર પ્રતિબંધ લગાવવાની ભારતની અર્જી પર સંયુક્ત રાષ્ટ્રમાં ચીન દ્વારા વિરોધ છતા પણ ઇન્ટરપોલનાં એક્શને થોડી રાહત આપી છે.

મસૂઝ અઝહર પઠાણકોટ એરબેઝમાં થયેલા આતંકવાદી હૂમલાનાં માસ્ટર માઇન્ડ છે અને ત્યારથી ફરાર છે. સૂત્રો અનુસાર આમુદ્દે તપાસ કરી રહેલી એનઆઇએ દ્વારા સીબીઆઇ દ્વારા ઇન્ટરપોલ પાસેથી રેડ કોર્નર નોટિસ બહાર પાડવા માટેની અપીલ કરવામાં આવી હતી. સીબીઆઇએ ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો હતો અને હૂમલાનાં માસ્ટર માઇન્ડની વિરુદ્ધ એક્શન માટે તૈયાર કર્યો.

ભારતની તરફથી પાકિસ્તાન પર મસૂદ અઝહરની ધરપકડનું દબાણ પણ કરવામાં આવ્યું, પરંતુ કાંઇ ખાસ અસર થઇ નહોતી. હૂમલાનાં કારણે ભારત પાકિસ્તાન વચ્ચે યોજાનારી વિદેશ સચિવ સ્તરની વાતચીત પણ રદ્દ થઇ ગઇ હતી. ત્યારે પાકિસ્તાનની તરફથી તપાસનું નાટક કરવામાં આવ્યું હતું અને સંયુક્ત ટીમ જેઆઇડીનાં હવાલાથી ત્યાંનાં મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનનો આ હૂમલામાં કોઇ જ હાથ નથી.

You might also like
728_90