ઈન્ટરનેટ પર થતા ટ્રોલ્સ પર નવી સિસ્ટમ ખાસ વોચ રાખશે

ન્યૂયોર્ક: સોશિયલ મીડિયાના યુગમાં ઈન્ટરનેટ પર થતા ટ્રોલ્સ (એકબીજા પર આક્ષેપબાજી, ટીકા અથવા અપશબ્દ) પર વોચ રાખવા હવે વિજ્ઞાનીઓએ નવી સિસ્ટમ શરૂ કરી છે, જેના આધારે શબ્દોનું સ્કેનિંગ કરી સામસામે કેવા સંવાદ થશે તેનું અનુમાન લગાવી શકાશે.

આ નવી સિસ્ટમમાં વિજ્ઞાનીઓએ એવા કમ્પ્યૂટર પ્રોગ્રામ બનાવ્યો છે કે જેમાં એ જાણી શકાશે કે નેટ પર થતા સંવાદમાં કેવા પ્રકારની વાતચીત થશે? આ અંગે વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે તેમના દ્વારા બનાવાયેલા આ કમ્પ્યૂટર પ્રોગ્રામ દ્વારા ઓનલાઈન ટ્રોલ્સ પર ખાસ ખાસ વોચ રાખવામાં મદદ મળી શકશે. ઈન્ટરનેટે સંવાદ સ્થાપિત કરવા એક ખાસ મંચની વ્યવસ્થા કરી છે.

જ્યાં કોઈ પણ વ્યકિત એકબીજાની વાત પહોંચાડી શકશે અને તેમના મનની વાત કરી શકશે, જોકે તેનાં કેટલાંક દુષ્પરિણામ પણ જોવા મળ્યાં છે. મોટા ભાગે કોઈ પણ વ્યકિત સારી વાતથી રોષે ભરાતી હોય છે. કેટલીક વાર સામ-સામે ટીકા કે ગાળાગાળી પણ થતી હોય છે. તેથી આવા સંવાદો પર અંકુશ રાખવા વિજ્ઞાનીઓએ નવી સિસ્ટમ શરૂ કરી છે.

આ માટે વિજ્ઞાનીઓએ વિકિપી‌િડયા પર સેંકડો વાર્તાલાપનું વિશ્લેષણ કરી એક એવો કમ્પ્યૂટર પ્રોગ્રામ બનાવ્યો છે કે જે શબ્દોનું સ્કેનિંગ કરી શકે છે. આ માટે સામાન્ય રીતે અંગ્રેજીના યુ (તમે) શબ્દથી શરૂ થયેલી બે પોસ્ટ આગળ જતાં અભદ્ર બની ગઈ, જેની શરૂઆત એક સભ્ય સંવાદથી થઈ હતી.

શરૂઆતમાં વાતચીત વખતે એકબીજાનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેમાં સન્માનજનક વાતો અને સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત અંગ્રેજીના આઈ (હું), વી (અમે) વગેરે પણ એક સભ્ય સંવાદ તરીકે પ્રચલિત છે. વિજ્ઞાનીઓએ વધુમાં જણાવ્યું કે આ મોડલની તપાસ કરવામાં આ‍વી તો તે ૬૫ ટકા જ સાચી સાબિત થઈ હતી.

You might also like