દુનિયાભરમાં વાયરલ થઇ રહ્યું છે VIRGIN KILLING સ્વેટર, જાણો શું છે તે

આજકાલ ચીનમાં વર્જિન કિલિંગ સ્વેટરનો ટ્રેન્ડ છોકરીઓમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. જેને છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. આ સ્વેટર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યું છે. તેનું નામ જાણીને ચોક્કસથી તમને લાગતુ હશે કે આ સ્વેટરમાં એવી તે શું ખાસીયત છે. આ સ્વેટરનું હોલ્ટર નેક હોય છે. તેમાં સ્લિવ્સ અને પાછળનો ભાગ નથી હોતો. આ સ્વેટર શરીરના સામેના ભાગને કવર કરે છે. પરંતુ બેકને કવર કરતું નથી. છોકરીઓનું માનવું છે કે આ સ્વેટર ભેલ ઠંડી માટે યોગ્ય નથી. પરંતુ તે હોટ લૂક આપે છે.

આ સ્વેટરને વર્જિન કીલિંગ સ્વેટર આપવા અંગે તેની ડિઝાઇનરે કહ્યું છે કે આ સ્વેટરને તમે સાર્વજનિક રીતે પહેરી શકો તે  માટે હિંમત હોવી જોઇએ. આ સ્વેટર ખૂબ જ કામોત્તેજક છે. તેથી જ આ સ્વેટરને ઘરની અંદર જ પહેરી શકાય છે. જોકે આ સ્વેટર જાપાનમાં ખૂબ જ હિટ છે. ભલે આ સ્વેટર ઠંડી રોકવા માટે કારગર નથી. પરંતુ સેક્સી લૂક આપે છે.

http://sambhaavnews.com/

You might also like