ડેરા કેસ: હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં ઇન્ટરનેટ બંધ, ટ્રેનો પણ રદ

ચંડીગઢ: સાધ્વી યૌન શોષણ બાબતમાં ડેરા સચ્ચા સોદા પ્રમુખ પર આવનારા ચુકાદા પહેલા હરિયાણા, પંજાબ અને ચંડીગઢમાં ઇન્ટરેન્ટ અને મોબાઇલ ડેટા સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં પંચકૂલાથી આવતી જતી ટ્રેનો અને બસો પણ કાલ માટે બંધ કરી દેવામાં આવી છે. આ બાબતે હાઇકોર્ટે આદેશ આપતાં કહ્યું છે કે એ નથી ઇચ્છતી કે જાટ આંદોલન જેવી ફરીથી સ્થિતિ પેદા થાય.

જણાવી દઇએ કે સીબીઆઇ કોર્ટે શુક્રવારે આ બાબતે ચુકાદો આપશે. ત્રણ રાજ્યોમાં કાયદા વ્યવસ્થા બનાવવા રાખવા પંજાબ ગવર્નર હાઉસમાં હરિયાણા, પંજાબ અને ચંડીગઢની કોર્ડિનેશન કમિટીમાં બેઠક થઇ. એમાં ત્રણ રાજ્યોમાં તત્કાલ પ્રભાવથી ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

પંજાબના રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં બીજા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા. બપોર બાદ હરિયાણાના ગૃહ સચિવ રામ નિવાસ હાઇ કોર્ટમાં રજૂ થઇને કાયદા વ્યલસ્થા બનાવી રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ઊઠાવવામાં આવેલા પગલાની જાણકારી હાઇકોર્ટને આપશે.

હરિયાણા સરકારે દરેક જિલ્લામાં 144 ધારા લાગૂ કરી દીધી છે. પોલીસ જણાવ્યું કે જરૂર પડશે તો ચંડીગઢ ક્રિકેટ સ્ટેડિયમને અસ્થાઇ જેલના રૂપમાં બદલી નાંખવામાં આવશે. ગુરમીત રામ રહીમની કોર્ટમાં હાજરીને લઈને ચંડીગઢ, હરિયાણા અને પંજાબમાં પેરા મિલિટરીની ૧૬૭ કંપની તહેનાત કરાઈ છે. હજુ વધુ કંપનીઓની માગણી કરાઈ છે. એક કંપનીમાં ૧૦૦ જવાન અને ઓફિસર છે. દરેક કંપનીમાં લગભગ ૩૫ ગન અને બાકી નોન લીથન ગન હોય છે. નોન લીથન ગનમાં ડંડો, ટીયરગેસ, માટીવાળા ગ્રેનેડ, વોટર કેનન જેવાં હથિયાર આવે છે. દરેક કંપનીમાં મહિલાઓ પણ તહેનાત કરાઈ છે. ચંડીગઢમાં ૧૦ કંપની તહેનાત કરાઈ છે. તેમાં ૬ રેપિડ એકશન ફોર્સની છે. ૪૦ કંપનીઓ રિઝર્વ રખાઈ છે. ઈમર્જન્સી સામે લડવા પંચકૂલામાં અહીંથી કેટલાક જવાનો મોકલાયા છે. હરિયાણામાં ૩૫ અને પંજાબમાં ૭૫ કંપની તહેનાત કરાઈ છે. જરૂર પડશે તો સેનાનો સંપર્ક કરવામાં આવશે.હાલમાં પંચકૂલામાં બે લાખથી વધુ સમર્થક આવી ચૂક્યા છે. પંચકૂલાની બહાર ડેરામાં ૪૦થી ૫૦ હજાર સમર્થકો જમા છે જે બેથી ત્રણ દિવસનું રેડીમેડ ફૂડ લઈને આવ્યા છે.

You might also like