અમદાવાદ કાલે બનશે યોગમયઃ વર્લ્ડ રેકોર્ડની તૈયારી

અમદાવાદ: આવતી કાલે શહેરમાં ઉત્સાહભેર વિશ્વયોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદમાં પાંચ લાખથી વધુ સહિત રાજ્યભરના નાગરિકો યોગ કરશે. સવારે સમગ્ર શહેર યોગમય બની જશે. આવતી કાલે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોગગુરુ બાબા રામદેવનાં સાંનિધ્યમાં રાજ્યપાલ ઓ.પી. કોહલી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી થશે. આવતી કાલે સમગ્ર રાજ્યમાં એક કરોડ દસ લાખથી વધુ લોકો યોગ કરશે.

કાલે ગુજરાત યુનિવર્સિટીના ૧ર હજાર વિદ્યાર્થી અને શાળાના ૧.રપ લાખ વિદ્યાર્થી યોગ કરીને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે. છેલ્લા ૩ દિવસથી યોગ શિબિર દ્વારા નાગરિકોને સ્વાસ્થ્યના પાઠ આપી રહેલા યોગગુરુ બાબા રામદેવે યોગને ઓલમ્પિકમાં સ્થાન મળવું જોઇએ તેવી માગ કરી છે. એનડીએના રાષ્ટ્રપતિના ઉમેદવાર રામનાથ કોવિંદ અંગે બાબા રામદેવે વધુમાં કહ્યું કે કેટલાક લોકો નરેન્દ્ર મોદીના દરેક નિર્ણય સામે પ્રશ્નો ઊભા કરે છે. પરંતુ રામનાથની પસંદગી એ એનડીએનું દલિત કાર્ડ નહીં પરંતુ યોગ્ય ઉમેદવારની પસંદગી છે.

આવતી કાલે યોગદિનની ઉજવણીમાં સામેલ થનારા નાગરિકોની સુવિધા માટે મોટી સંખ્યામાં એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ વર્ષે યોગ દિવસની ઉજવણી ચાર દિવસ માટે નિયત કરી છે. આવતી કાલે એક સાથે યોગ કરતા લોકોનો અગાઉનો વિક્રમ તોડી અને અમદાવાદ નવો રેકોર્ડ બનાવશે. આવતી કાલના વર્લ્ડ રેકોર્ડની તૈયારીના ભાગરૂપે ૧૦ હજારથી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આવતી કાલે ૬ ગ્રાઉન્ડ ઉપર યોગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકોને માર્ગદર્શન મળી રહે તે માટે ર૦ નાગરિકો દીઠ એક ઇન્સ્ટ્રકટરની વ્યવસ્થા કરાઇ છે. આવતી કાલે ર૧ જૂને વિશ્વ યોગ‌ દિવસની ઉજવણી સવારે ૫ થી ૭.૩૦ સુધી યોજાશે. શહેરના નાગરિકો ઉત્સાહ સાથે યોગ દિવસની ઉજવણીની તૈયાર કરી રહ્યા છે તેનાં ૬ વર્ષથી લઇને ૮ર વર્ષના લોકો ભાગ લઇ રહ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like