આંતરરાષ્ટ્રીય મહિલાદિને પીએમ મોદીની મહિલાઓની સિદ્ધિઓને સલામ

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ટ્વિટ કરીને તમામને શુભેચ્છાઓ આપી છે. તેમણે જણાવ્યું છે કે મહિલાઓની સમાજમાં મહત્ત્વની ભૂમિકા રહી છે. મહિલાઓની ભૂમિકાની પ્રશંસા કરીને મોદીએ તેમને સલામ કરી છે. મહિલાઓની આર્થિક, રાજકીય અને સામાજિક સિદ્ધિઓના સન્માન તરીકે એક ઉત્સવ સ્વરૂપે મનાવવામાં આવતા આંતરરાષ્ટ્રીય મહિલાદિન પ્રસંગે વડા પ્રધાને ટ્વિટ કરીને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે મહિલાઓની સિદ્ધિઓને સલામ.

મોદીએ જણાવ્યું છે કે ભારતના વિકાસમાં યોગદાન માટે આપણા નાણાકીય સમાવેશના પ્રયાસ, કૌશલ્ય વિકાસ પહેલ અને મુદ્રા બેન્ક આપણી નારીશક્તિને સશક્ત બનાવશે. એક અન્ય ટ્વિટમાં મોદીએ જણાવ્યું છે કે બેટી પઢાઓથી મહિલાઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ સુધી મહિલાઓના વિકાસ પ્રત્યે અમારી સરકારના અતૂટ પ્રયાસો રહ્યા છે.

મોદીએ જણાવ્યું છે કે મહિલાઓની નિપુણતાને તેઓ સલામ કરે છે. મોદીએ સમાજમાં મહિલાઓના યોગદાન પ્રત્યે પણ આભાર વ્યક્ત કર્યો છે. પી.એમ. મોદીએ રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ભાજપના નેતા વસુંધરા રાજેને ટ્વિટ કરીને તેમના જન્મદિનની શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે વસુંધરા રાજેએ રાજસ્થાનને નવી ઊંચાઈઓએ સુધી પહોંચાડ્યું છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને મહિલાદિનની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે મહિલા િદવસ વર્ષમાં માત્ર એક જ િદવસ નહીં, પરંતુ ૩૬૫ િદવસ હોવો જોઈએ.

You might also like