આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રનું માનવરહિત યાન સળગી ગયું

મોસ્કો: આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રમાં જઈ રહેલુ એક માનવ રહિત માલવાહક યાન ગઈકાલે પ્રક્ષેપણના થોડા સમય બાદ જ વાતવરણમાં જ સળગી ઊઠ્યુ હતું. જેના કારણે અંતરિક્ષ યાત્રાની સુરક્ષાને લઈને ચિંતા વ્યકત થઈ રહી છે. આ ઘટના રશિયાના પર્વતીય વિસ્તાર તુવા નજીક 190 કિલોમીટર વિસ્તારમાં બની હતી.

આ અંગે રશિયન અંતરિક્ષ એજન્સી રોસકોસમોસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી મુજબ એક અસાધારણ સ્થિતિના કારણે માલવાહક વિમાન સાથે આ ઘટના અંતરિયાળ વસ્તી વિનાના રશિયાના પર્વતીય વિસ્તાર તુવા નજીક 190 કિલોમીટર વિસ્તારમાં બની હતી. તેનો મોટાભાગનો હિસ્સો વાતાવરણના ગાઢ ભાગમાં જ સળગી ગયો હતો. રોસકોસમોસે આ પહેલાં પણ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એમએસ.04 શિપ 363 સાથેનો સંપર્ક તેના કઝાકિસ્તાન ખાતેના બૈંકકોનુર કોસ્મોડ્રામથી પ્રક્ષેપણની કેટલીક સેકન્ડમાં જ સંપર્ક તૂટી ગયો હતો. તથા તેના નિષ્ણાતો હાલ આવી સમસ્યાની તપાસ કરી રહ્યા છે.

અંતરિક્ષ એજન્સીએ આ અંગે જણાવ્યું કે માલવાહક યાનના નુકસાનથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્રના તંત્રના સામાન્ય કામકાજ અને તેના પર રહેનારા વ્યકિતઓના નિર્વહન પર કોઈ અસર નહિ પડે. જ્યારે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ તેની વેબસાઈટ પર જણાવ્યું છે કે અંતરિક્ષ કેન્દ્ર પર સામાનની આપૂર્તિની સ્થિતિ સારી છે. માલવાહક યાનને શનિવારે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર પર પહોંચવાનું હતું. અને તેમાં 2.4 ટન ઈંધણ,ખાદ્યસામગ્રી અને અન્ય ઉપકરણ ભરેલાં હતાં.
http://sambhaavnews.com/

You might also like